Not Set/ IPL 12 :  પહેલા બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર,પહેલી મેચમાં જ ધોની-વિરાટની ટક્કર

બેંગ્લુર ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનમાં કઇ મેચો ક્યા વેન્યુ પર કોની સાથે રમાવવાની છે તેનું શીડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે.જો કે મેચોનું શીડ્યુઅલ શરૂઆતના બે સપ્તાહનું છે.23 માર્ચથી શરૂ થતી આઇપીએલની મેચોનું 5 એપ્રિલ સુધીનું શીડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. આઇપીએલની  પહેલી મેચ 23 માર્ચ શનિવારે ગત ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર […]

Sports
dhoni virat IPL 12 :  પહેલા બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર,પહેલી મેચમાં જ ધોની-વિરાટની ટક્કર

બેંગ્લુર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 12મી સીઝનમાં કઇ મેચો ક્યા વેન્યુ પર કોની સાથે રમાવવાની છે તેનું શીડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે.જો કે મેચોનું શીડ્યુઅલ શરૂઆતના બે સપ્તાહનું છે.23 માર્ચથી શરૂ થતી આઇપીએલની મેચોનું 5 એપ્રિલ સુધીનું શીડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે.

આઇપીએલની  પહેલી મેચ 23 માર્ચ શનિવારે ગત ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચની મેજબાની ચેન્નઈ કરશે.

એ પછી 24 માર્ચે બે મેચો રમાશે. આમાં બપોરે કોલકાતાની ટીમ હૈદરાબાદને ટક્કર આપશે. જ્યારે સાંજની મેચમાં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને નામ બદલીને ઉતરી રહેલી દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે.

25 માર્ચે એક મેચ રમાશે જેમાં રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જયપુરમાં ટક્કર થશે. 25 માર્ચે IPL 12ની 5મી મેચમાં દિલ્હીની ટીમ સામે ચેન્નાઈ હશે. 27 માર્ચે કોલકાતા અને પંજાબની ટીમો કોલકાતામાં ટકરાશે.

પ્રથમ બે સપ્તાહમાં 8 વેન્યુ પર રમાશે મેચો,જેમાં અત્યાર સુધીના શેડ્યૂલ અનુસાર, ચેન્નઈ, કોલકાતા, મુંબઈ, જયપુર, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને મોહાલીની મેજબાનીમાં મેચો રમાશે.

28 માર્ચ RCB અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ રમાશે જ્યારે 29 માર્ચે હૈદરાબાદની મેજબાનીમાં સનરાઈઝર્સ અને રાજસ્થાન રૉયલ્સની ટક્કર થશે. 30 માર્ચે બે મેચો રમાશે. જેમાં પ્રથમ મેચમાં પંજાબ અને મુંબઈ જ્યારે દિલ્હી અને કોલાકાતાની ટીમો આમને-સામને હશે. 31 માર્ચે પણ બે મેચો રમાશે જેમાં અનુક્રમે હૈદરાબાદ વિરુદ્ધ બેંગ્લોર અને ચેન્નઈ વિરુદ્ધ રાજસ્થાનનો મુકાબલો હશે.

એપ્રિલ મહિનાની શરૂઆત કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હીની ટીમની મેચથી થશે.પાંચ એપ્રિલ સુધીનો કાર્યક્રમ રજૂ કરાયોબીજી તરફ 2 એપ્રિલે રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે જયપુરમાં મેચ રમાશે, જે IPL12ની 14મી મેચ હશે. 3 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામ-સામે હશે. 4 એપ્રિલે દિલ્હી અને હૈદરાબાદ તથા પાંચ એપ્રિલે કોલકાતા અને RCB વચ્ચે મેચ રમાશે.