Not Set/ IPL 2018 : બટલરે RCBના કેપ્ટન વિરાટ કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી

જયપુર, જયપુરના સવાઈ મનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન રાજસ્થાન રોયલ્સે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. રાજસ્થાનની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જોશ બટલર રહ્યો હતો અને તેને ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમેલી આ ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ સાથે બટલરે આ […]

Sports
india cricket vivo ipl 2018 5c6eecfe 4e39 11e8 a9dc 143d85bacf22 IPL 2018 : બટલરે RCBના કેપ્ટન વિરાટ કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી

જયપુર,

જયપુરના સવાઈ મનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન રાજસ્થાન રોયલ્સે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. રાજસ્થાનની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન જોશ બટલર રહ્યો હતો અને તેને ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમેલી આ ૯૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ સાથે બટલરે આ સિઝનમાં સતત ચોથી અડધી સદી ફટકારી છે. આ સાથે જ એક સિઝનમાં સતત ચાર અડધી સદી ફટકારવાના RCBના કેપ્ટન વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે.

581789 kohli rcb celebration IPL 2018 : બટલરે RCBના કેપ્ટન વિરાટ કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી

આ પહેલા જોશ બટલરે એક ફિફ્ટી દિલ્લી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સામે 2 અડધી સદી ફટકારી હતી.

આ પહેલા વિરાટ કોહલીએ ૨૦૧૬માં સતત 4 ફિફ્ટી ફટકારી હતી. આ સિઝનમાં કોહલીએ ૧૬ મેચમાં ૯૭૩ રન ફટકાર્યા હતાં જેમાં 4 સદી અને 7 ફિફ્ટી શામેલ છે.

sehwag 1 042912060215 IPL 2018 : બટલરે RCBના કેપ્ટન વિરાટ કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી

પરંતુ, IPLમાં સતત સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે છે. સહેવાગે ૨૦૧૨માં દિલ્લી ડેરડેવિલ્સની ટીમ તરફથી રમતા સતત 5 મેચોમાં ફિફ્ટી ફટકારી હતી. ૨૦૧૨ની IPL સિઝનમાં સહેવાગે ૧૬ મુકાબલામાં ૪૯૫ રન બનાવ્યા હતાં.