Not Set/ દિલ્હી સામેની હાર બાદ પણ CSKના કેપ્ટન ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ

દિલ્હી, દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૩૪ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. DD દ્વારા આપવામાં આવેલા ૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૨૮ રન જ બનાવી શકી હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં ચોથો વિજય હાંસલ કર્યો હતો. જો કે આ હાર સાથે ચેન્નઈ […]

Sports
sp16 dhoni દિલ્હી સામેની હાર બાદ પણ CSKના કેપ્ટન ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ

દિલ્હી,

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૩૪ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. DD દ્વારા આપવામાં આવેલા ૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૨૮ રન જ બનાવી શકી હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં ચોથો વિજય હાંસલ કર્યો હતો.

જો કે આ હાર સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને પ્લેઓફમાં એન્ટ્રીને લઇ કોઈ ફરક પડે તેમ નથી, કારણ કે તેઓ પહેલેથી જ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુક્યા છે. બીજી બાજુ આ મેચ દરમિયાન કેપ્ટન એમ એસ ધોનીએ ૨૩ બોલમાં ૧૭ રન ફટકારવાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દિલ્હી સામેની મેચ સાથે જ ધોનીએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૬,૦૦૦ રન પુરા કરી લીધા છે. મહેન્દ્રસિંહ ધોની સિદ્ધિ ળવનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બની ચુક્યો છે.

જ્યારે આ પહેલા ટી-૨૦ ક્રિકેટમાં અત્યાર સુધી ૧૮ ખેલાડીઓ આ સિદ્ધી મેળવી ચુક્યા છે. જેમાં પાંચ ભારતીય બેટ્સમેનનો સમાવેશ થાય છે. ધોનીએ દિલ્હી સામે ૨૩ બોલમાં ૧૭ રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન ૧૦મો રન બનાવતાની સાથે જ ધોનીએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૬,૦૦૦ રન પુરા કરી લીધા હતા. ટી-૨૦ ક્રિકેટમાં ધોની અત્યાર સુધી ૨૯૦ મેચમાં ૬,૦૦૭ રન બનાવી ચુક્યો છે. જેમાં ૨૪ અડધી સદી અને ૨૬૫ છગ્ગાઓનો સમાવેશ થાય છે.

એમ એસ ધોની પહેલા ભારતમાંથી સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર આ સિદ્ધી મેળવી ચુક્યા છે. જ્યારે દુનિયામાં પ્રથમ ક્રમાંકે ક્રિસ ગેલ છે જે ૩૩૩ મેચમાં ૧૧,૪૩૬ રન બનાવી ચુક્યો છે. તેમજ તેના આ રેકોર્ડની આસપાસ પણ કોઈ ખેલાડી નજરે પડતો નથી.

જયારે ભારત તરફથી સુરેશ રૈના ૨૮૮ મેચમાં ૭,૭૦૭ રન સાથે પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ વિરાટ કોહલી ૨૪૧ મેચમાં ૭,૬૨૧ રન સાથે બીજા, રોહિત શર્મા ૨૮૩ મેચમાં ૭,૩૦૩ રન સાથે ત્રીજા અને ગૌતમ ગંભીર ૨૫૧ મેચમાં ૬,૪૦૨ રન સાથે ચોથા ક્રમે છે.