Not Set/ IPL 2018 : મિશ્રાની ફિરકીમાં ફસાયું મુંબઈ, દિલ્હી સામેની મેચમાં ૧૧ રનની હાર સાથે જ પ્લેઓફમાંથી થયું બહાર

દિલ્હી, દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન દિલ્હી ડેરડેવિલ્સની ટીમે ૧૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે. DD દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવર પહેલા જ ૧૬૩ રનમાં સમેટાઈ ગઈ હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં પાંચમો વિજય હાંસલ કર્યો હતો. બીજી બાજુ આ હાર સાથે જ મુંબઈ […]

Sports
DdpMF1TUwAE4pam IPL 2018 : મિશ્રાની ફિરકીમાં ફસાયું મુંબઈ, દિલ્હી સામેની મેચમાં ૧૧ રનની હાર સાથે જ પ્લેઓફમાંથી થયું બહાર

દિલ્હી,

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન દિલ્હી ડેરડેવિલ્સની ટીમે ૧૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે. DD દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવર પહેલા જ ૧૬૩ રનમાં સમેટાઈ ગઈ હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં પાંચમો વિજય હાંસલ કર્યો હતો. બીજી બાજુ આ હાર સાથે જ મુંબઈ અંતિમ ચાર માંથી બહાર થઇ ગયું છે.

દિલ્લી ડેરડેવિલ્સના શાનદાર વિજયના હિરો સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત, વિજય શંકર અને સ્પિન બોલર અમિત મિશ્રા રહ્યા હતા. પરંતુ અમિત મિશ્રાને શાનદાર બોલિંગ પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મિશ્રાએ ૪ ઓવરમાં માત્ર ૨૩ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી DDની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૭૪ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્લીની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર ૧૨ રન બનાવી રન આઉટ થયો હતો. જયારે ગ્લેન મેક્સવેલ પણ ૨૨ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે આ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા માત્ર ૪૪ બોલમાં ૪ ચોક્કા અને ૪ સિક્સર સાથે ૬૪ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી. જયારે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે પણ ૩૦ બોલમાં ૪૩ રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી સ્પિન બોલર કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની ટીમ ૧૯.૩ ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી અને આ હાર સાથે જ પ્લેઓફમાં પ્રવેશવાની આશા પર પૂર્ણવિરામ મુકાયું છે. ૧૭૫ રનના લક્ષ્યનો પીછો કરતા MIને પ્રથમ ઝટકો ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના સ્વરૂપમાં લાગ્યો હતો. યાદવ માત્ર ૧૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે લુઇસે ૩૧ બોલમાં ૪ સિક્સર અને ૩ ચોક્કા સાથે ૪૮ રન ફટકાર્યા હતા.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન માત્ર ૫ અને ઓલરાઉન્ડર ખેલાડી કાયરોન પોલાર્ડ ૭ રન બનાવી આઉટ થયા હતા. જયારે કેપ્ટન રોહિત શર્મા પણ માત્ર ૧૩ રન બનાવ્યા હતા. મેચ જીતવા માટે જરૂરી લક્ષ્ય સુધી પહોચવા માટે હાર્દિક પંડ્યાએ ૧૭ બોલમાં ૨૭ અને બેન કટિંગે માત્ર ૨૦ બોલમાં ૩૭ રન ફટકારી અંતિમ બોલ સુધી લડત આપી હતી પરંતુ તેઓ પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. દિલ્લી તરફથી સ્પિન બોલર અમિત મિશ્રા, સંદીપ લામિછાને અને હર્ષલ પટેલે અનુક્રમે ૩-૩ વિકેટ ઝડપી હતી.