OMG!/ સર્જરી બાદ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે વ્હીલચેરમાં બેસી માણી ક્રિકેટની મજા

ન્યૂઝીલેન્ડનાં મહાન ખેલાડી ક્રિસ કેર્ન્સને ચાર મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તે લકવાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ હવે ઓલરાઉન્ડરે વ્હીલચેરમાં ક્રિકેટ રમતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Sports
ક્રિસ કેન્સ

ન્યૂઝીલેન્ડનાં મહાન ખેલાડી ક્રિસ કેર્ન્સને ચાર મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તે લકવાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ હવે ઓલરાઉન્ડરે વ્હીલચેરમાં ક્રિકેટ રમતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ક્રિકેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા કોરોના પોઝિટિવ

લકવાગ્રસ્ત થયા બાદ આ દિગ્ગજ ખેલાડીની હોસ્પિટલમાં કેટલાક મહિનાઓ સુધી સારવાર કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની સ્થિતિમાં સુધારો થતાં તેને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ છોડ્યા પછી, કેર્ન્સે ફરીથી બેટ હાથમાં લીધું. તેણે 30 ડિસેમ્બર, ગુરુવારે વ્હીલચેરમાં ક્રિકેટ રમતી વખતે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી હતી. કિવી ઓલરાઉન્ડરે ટ્વીટ કર્યું, ‘ક્રિકેટ અને પૂલ સમય. અહીં આવીને આનંદ થયો, મહાન સાથીદારોનો આભાર. 51 વર્ષીય કેર્ન્સને ચાર મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગયો હતો. તે એઓર્ટિક ડિસેક્શન નામની ગંભીર બીમારીથી પીડિત હતો અને સતત તેની સામે લડી રહ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને વધુ સુધારો ન થતા તેની સારવાર સિડનીમાં કરવામાં આવી અને ત્યાં તેની ચોથી ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી જેનાથી તેનો જીવ બચી ગયો. પરંતુ ખતરનાક આંચકીને કારણે તેની કમર નીચેની જગ્યાઓ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ અનુસાર, ‘કેર્ન્સ’નાં પુનર્વસન રૂટીનમાં અઠવાડિયામાં છ દિવસ જીમમાં પાંચ કલાક વર્કઆઉટનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે ક્રિસ કેર્ન્સ 90નાં દાયકામાં ન્યૂઝીલેન્ડ માટે સ્ટાર ઓલરાઉન્ડરોમાંથી એક છે. તેણે એકલા હાથે તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી કિવી ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ મેચો જીતી હતી.

આ પણ વાંચો – Shocking / જો મને ધોનીની જેમ BCCI દ્વારા ટેકો મળ્યો હોત તો હુ એક મહાન ક્રિકટર બની શક્યો હોત : હરભજન સિંહ

ક્રિસ કેન્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 62 ટેસ્ટ, 215 વનડે અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમ્યાન તેણે ટેસ્ટમાં 3320 રન બનાવ્યા અને 218 વિકેટ લીધી, જ્યારે વનડેમાં તેણે 4950 રન બનાવ્યા અને 201 વિકેટ લીધી. કેર્ન્સે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 16 ફેબ્રુઆરી 2006નાં રોજ રમી હતી.