Sports/ શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

શ્રીલંકાના 2014 ટી-20 વિશ્વકપ વિજેતા કેપ્ટન મલિંગાએ દરેક ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરતી વેળાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે.

Sports
malinga 01 શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટની દરેક ફોરમેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શ્રીલંકાના 2014 ટી-20 વિશ્વકપ વિજેતા કેપ્ટન મલિંગાએ દરેક ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરતી વેળાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે.

મલિંગાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, હું ટી-20 જૂતા ઉતારી રહ્યો છું અને ક્રિકેટના દરેક ફોરમેટમાંથી સંન્યાસની જાહેરાત કરું છું. મારી યાત્રા દરેક જે પણ વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો તેમનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા વર્ષોમાં યુવા ક્રિકેટરો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે તત્પર અને ઉત્સાહિત છું.