Cricket/ હિટમેન માટે આજનો દિવસ છે ખાસ, બનાવ્યો હતો ક્યારે ન તૂટી શકે તેવો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમનાં વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેના બેટથી એવી ઘણી ઈનિંગ્સ જોવા મળી, જેનાથી ફેન્સ ખુશ થયા છે.

Sports
રોહિત શર્મા રેકોર્ડ સદી

ભારતીય ક્રિકેટ ટીમનાં વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેના બેટથી એવી ઘણી ઈનિંગ્સ જોવા મળી, જેનાથી ફેન્સ ખુશ થયા છે. આજનો દિવસ એટલે કે 13મી ડિસેમ્બર સીમિત ઓવરોનાં કેપ્ટન બનેલા રોહિત શર્મા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેણે આ દિવસે જ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ક્યારેય સરળતાથી તોડી શકાય તેમ નથી.

રોહિત શર્મા રેકોર્ડ સદી

આ પણ વાંચો – India vs South Africa / દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

આપને જણાવી દઇએ કે, રોહિત શર્માએ 13 ડિસેમ્બર 2017નાં રોજ મોહાલીમાં શ્રીલંકા સામે વનડેમાં 208 રન બનાવીને તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી પૂરી કરી હતી. રોહિત ODI ક્રિકેટનાં ઈતિહાસમાં ત્રણ બેવડી સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. બેટ્સમેનો માટે ટેસ્ટમાં 200 રન બનાવવા મુશ્કેલ છે, ત્યારે રોહિતે વન-ડેમાં ખૂબ જ સરળતાથી ત્રણ બેવડી સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. રોહિતની આ ઈનિંગ શ્રીલંકા સામે આવી હતી. વર્ષ 2017 માં, રોહિત શ્રીલંકા સામેની ત્રણ મેચની ODI સીરીઝ માટે ભારતનો કેપ્ટન હતો. ભારત સીરીઝની પ્રથમ મેચ હારી ગયુ હતુ અને આ મેચમાં ભારતીય ટીમ દબાણમાં હતી, પરંતુ બીજી મેચમાં રોહિતે આક્રમક બેટિંગ કરી હતી અને 153 બોલમાં 208 રન બનાવ્યા હતા. તેણે પોતાની બેવડી સદીમાં 13 ચોક્કા અને 12 છક્કા ફટકાર્યા હતા. સુરંગા લકમલે ઇનિંગની 44મી ઓવર નાખી, જેમા રોહિતે સતત ચાર સિક્સર ફટકારી હતી. રોહિતનાં પ્રદર્શનની મદદથી ભારતે શ્રીલંકાને 141 રનથી હરાવ્યું હતું.

11 2021 12 13T145446.706 હિટમેન માટે આજનો દિવસ છે ખાસ, બનાવ્યો હતો ક્યારે ન તૂટી શકે તેવો રેકોર્ડ

આ પણ વાંચો – Abu Dhabi Grand Prix / ફોર્મ્યુલા વન રેસમાં સાત વખતના વિજેતા હેમિલ્ટનને હરાવીને મેક્સ વર્સ્ટાપેન વર્લ્ડ ચેમ્પિયન

રોહિત સિવાય સચિન તેંડુલકર (200), વીરેન્દ્ર સેહવાગ (219), ક્રિસ ગેલ (215), માર્ટિન ગુપ્ટિલ (237) અને ફખર ઝમાને (210) ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. આ મેચ પહેલા રોહિતે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 અને 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા. આ સિવાય ખાસ વાત એ છે કે આજે રોહિતની એનિવર્સરી પણ છે. રોહિતે વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત યુવરાજ સિંહે કરી હતી. રિતિકા યુવીની રાખી બહેન છે. રિતિકા અને રોહિત લગ્ન પહેલા 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા.