Not Set/ IPLમાં અત્યારસુધી રમાયેલી ૫૬ લીગ મેચમાં આ ખેલાડીઓએ મચાવી છે ધૂમ, જુઓ

નવી દિલ્હી, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝન હાલ તેના અંતિમ પડાવ તરફ જઈ રહી છે. અત્યારસુધીમાં ૮ ટીમો વચ્ચે રમાયેલી ૫૬ લીગ મેચમાં ક્રિકેટ ફ્રેન્ડસને શાનદાર રમત જોવા મળી છે. આ મેચોમાં કેટલાક અસંભવિત કેચ પકડાયા છે તો IPLની સૌથી ઝડપી અડધી સદી ફટકારવામાં આવી છે જયારે આ સિઝનમાં સૌથી વધુ ૮૦૦ થી વધુ […]

Sports
rishabh pant dd vs gl ipl10 05 1493999252 IPLમાં અત્યારસુધી રમાયેલી ૫૬ લીગ મેચમાં આ ખેલાડીઓએ મચાવી છે ધૂમ, જુઓ

નવી દિલ્હી,

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝન હાલ તેના અંતિમ પડાવ તરફ જઈ રહી છે. અત્યારસુધીમાં ૮ ટીમો વચ્ચે રમાયેલી ૫૬ લીગ મેચમાં ક્રિકેટ ફ્રેન્ડસને શાનદાર રમત જોવા મળી છે. આ મેચોમાં કેટલાક અસંભવિત કેચ પકડાયા છે તો IPLની સૌથી ઝડપી અડધી સદી ફટકારવામાં આવી છે જયારે આ સિઝનમાં સૌથી વધુ ૮૦૦ થી વધુ સિક્સર ફટકારી છે.

ત્યારે હવે IPL ૨૦૧૮ની આ સિઝનમાં ફ્રેન્ચાઇઝી દ્વારા જે ખેલાડીઓને મોટી કિંમતે ખરીદ્યા બાદ પણ તેઓ પોતાનું શાનદાર પ્રદર્શન કરી શક્યા નથી જયારે જે ખેલાડીઓ પાસે કોઈ ખાસ આશા નથી તેઓ આજે ધૂમ મચાવી રહ્યા છે.

IPLની આ સિઝનમાં ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ દ્વારા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપીને એ અલગ ઓળખ આપી છે. આ ખેલાડીઓમાં કેટલાક ભારતના છે તો કેટલાક વિદેશી. ભારતના પ્લેયર્સમાં ખાસ કરીને કે એલ રાહુલ, વૃષભ પંત, અંબાતી રાયડુ, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યાનો જયારે વિદેશી ખેલાડીઓમાં કેન વિલિયમસન, જોશ બટલર, એન્ડ્ર્યુ ટાઈ, ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે.

rishabh pant IPLમાં અત્યારસુધી રમાયેલી ૫૬ લીગ મેચમાં આ ખેલાડીઓએ મચાવી છે ધૂમ, જુઓ

આ સિઝનમાં રમાયેલી કુલ ૧૪ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સના વિકેટકીપર અને સ્ફોટક બેટ્સમેન વૃષભ પંતે બેટિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા કુલ ૬૮૪ રન બનાવ્યા છે. આ સાથે તે સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન છે અને તેને ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

પંતે આ સિઝનમાં ૧ સદી અને ૫ ફિફ્ટી ફટકારી છે અને આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર ૧૨૮ રન રહ્યો છે.

7624042018014905 IPLમાં અત્યારસુધી રમાયેલી ૫૬ લીગ મેચમાં આ ખેલાડીઓએ મચાવી છે ધૂમ, જુઓ

જયારે પોતાની અંતિમ મેચ હારીને કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઓફમાંથી બહાર થઇ ચુક્યું છે પરંતુ પંજાબના એન્ડ્ર્યુ ટાઈએ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ મેળવી છે. ટાઈએ ૧૪ મેચોમાં સૌથી વધુ ૨૪ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા છે અને હાલ પર્પલ કેપ પોતાના નામે કરી છે. આ સિઝન દરમિયાન ટાઈએ ૩ વાર ૪ વિકેટ ખેરવી છે.

IPL ૨૦૧૮ના ટોપ ૫ બેટ્સમેન :

મેચ            રન

૧. વૃષભ પંત :               ૧૪             ૬૮૪

૨. કેન વિલિયમસન :        ૧૪             ૬૬૧

૩. કે એલ રાહુલ :           ૧૪             ૬૫૯

૪. અંબાતી રાયડુ :          ૧૪             ૫૮૬

૫. જોશ બટલર :            ૧૩             ૫૪૮

IPL ૨૦૧૮ના ટોપ ૫ બોલર :

મેચ            વિકેટ

૧. એન્ડ્ર્યુ ટાઈ :             ૧૪             ૨૪

૨. ઉમેશ યાદવ :            ૧૪             ૨૦

૩. ટ્રેન્ટ બોલ્ટ :              ૧૪             ૧૮

૪. હાર્દિક પંડ્યા :           ૧૩             ૧૮

૫.જસપ્રીત બુમરાહ :       ૧૪             ૧૭