IPL 2024/ IPL 2024 વચ્ચે CSKને મોટો ફટકો, આ સ્ટાર ઓપનર આખી સિઝનમાંથી બહાર

IPL 2024 સીઝનની અડધી મેચો રમાઈ ગઈ છે. હવે તમામ ટીમો પ્લેઓફની નજીક જવા માટે સખત મહેનત કરી રહી છે.

Trending Sports
YouTube Thumbnail 2024 04 18T190541.325 IPL 2024 વચ્ચે CSKને મોટો ફટકો, આ સ્ટાર ઓપનર આખી સિઝનમાંથી બહાર

IPL 2024 સીઝનની અડધી મેચો રમાઈ ગઈ છે. હવે તમામ ટીમો પ્લેઓફની નજીક જવા માટે સખત મહેનત કરી રહી છે. આ દરમિયાન રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. ટીમ સ્ટાર ડ્વેન કોનવે આખી IPL સિઝનમાંથી બહાર છે. ટીમે તેના સ્થાનની જાહેરાત પણ કરી દીધી છે. ટીમમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડેવોન કોનવે ભૂતકાળમાં ઘાયલ છે. એવા અહેવાલો હતા કે તે IPL 2024ની અડધી સિઝન ચૂકી શકે છે. જોકે એવી અપેક્ષા હતી કે તે પછીથી પરત ફરશે, પરંતુ હવે સમાચાર આવ્યા છે કે તે આખી સિઝન માટે બહાર છે. ડ્વોન કોનવેએ 2023 IPLમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

હવે CSKએ કોનવેની જગ્યાએ રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કર્યો છે. તે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર છે અને તેણે T20 ઈન્ટરનેશનલની 6 મેચમાં 9 વિકેટ લીધી છે. કોનવેની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે અને અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે રિચર્ડ ગ્લીસનને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11માં તક મળે છે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધોની અમેરિકા આવી રહ્યો છે..’ રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો:ગુજરાત ટાઇટન્સની કારમી હાર બાદ ગિલે કોને જવાબદાર ઠેરવ્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો:દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે 6 વિકેટથી હરાવ્યું

આ પણ વાંચો:ઐયરને રાજસ્થાન સામે પરાજય બાદ બીસીસીઆઇએ આપ્યો વધુ એક ઝાટકો