Not Set/ IPL ૨૦૧૮ : આ ૫ દેશી અને વિદેશી ખેલાડીઓ પોતાની બેટિંગ દ્વારા મચાવી રહ્યા છે ધૂમ

દિલ્લી, ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝન હાલ રોમાંચક મુડમાં જોવા મળી રહી છે. આ સિઝનમાં રમાયેલી મેચોમાં દરેક ખેલાડીઓ પોતાના પરફોર્મન્સ દ્વારા એકબીજા કરતા પોતાને યોગ્ય પુરવાર કરી રહ્યા છે તેમજ રેકોર્ડની હારમાળા સર્જી રહ્યા છે. આ ખેલાડીઓમાં દેશી હોય કે વિદેશી હોય, પરંતુ આ તમામ પ્લેયર્સ દ્વારા આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું […]

Sports
image IPL ૨૦૧૮ : આ ૫ દેશી અને વિદેશી ખેલાડીઓ પોતાની બેટિંગ દ્વારા મચાવી રહ્યા છે ધૂમ

દિલ્લી,

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝન હાલ રોમાંચક મુડમાં જોવા મળી રહી છે. આ સિઝનમાં રમાયેલી મેચોમાં દરેક ખેલાડીઓ પોતાના પરફોર્મન્સ દ્વારા એકબીજા કરતા પોતાને યોગ્ય પુરવાર કરી રહ્યા છે તેમજ રેકોર્ડની હારમાળા સર્જી રહ્યા છે.

આ ખેલાડીઓમાં દેશી હોય કે વિદેશી હોય, પરંતુ આ તમામ પ્લેયર્સ દ્વારા આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે તેઓ પોતાના પ્રદર્શન દ્વારા ક્રિકેટ ફ્રેન્ડસને પણ રોમાંચિત કરી રહ્યા છે.

આ સિઝનમાં ૫ દેશી અને વિદેશી ખેલાડીઓને બતાવ્યું છે શાનદાર પ્રદર્શન :  

૧. અંબતી રાયડુ :

આઈપીએલ ૧૧મી સિઝન દરમિયાન પોતાની બેટિંગ દ્વારા સૌ કોઈને હેરાન કર્યા છે. રાયડુએ આ સિઝનમાં ૩૯૧ રન ફટકારી ચુક્યો છે અને પોતાની એક આગવી ઓળખ છોડી છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા રાયડુએ ૮ મેચમાં ૪૩.૪૪ના એવરેજથી ૩૯૧ રન બનાવ્યા છે જેમાં ૨ ફિફ્ટી પણ શામેલ છે.   

૨. વૃષભ પંત :

દિલ્લીના યુવાન બેટ્સમેન વૃષભ પંતે પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા ૯ મેચોમાં ૩૭૫ રન બનાવ્યા છે અને આ મેચો દરમિયાન પંતનું એવરેજ ૪૧.૬૬ રહ્યું છે. ૯ મેચોમાં પંતે ૩ ફિફ્ટી પણ ફટકારી છે.

 ૩. વિરાટ કોહલી :

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી પણ IPLની આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને કુલ ૮ મેચોમાં ૫૮.૧૬ના એવરેજથી ૩૪૯ રન બનાવ્યા છે. આ સિઝન દરમિયાન કોહલીનો બેસ્ટ સ્કોર ૯૨ રન રહ્યો છે.

 ૪. એમ એસ ધોની :

બે વર્ષના પ્રતિબંધ બાદ પાછી ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોનીએ પણ આ સિઝનમાં પોતાનું ધમાકેદાર ફોર્મ બતાવ્યું છે. અત્યારસુધી રમાયેલી કુલ ૯ મેચોમાં ૮૨.૨૫ એવરેજથી ૩૨૯ રન ફટકાર્યા છે અને ધોનીએ પોતાના આલોચકોને મુહતોડ જવાબ આપ્યો છે.

 ૫. શ્રેયસ ઐયર :

 ગૌતમ ગંભીર દ્વારા કેપ્ટનશિપ છોડ્યા બાદ દિલ્લી ડેરડેવિલ્સના નવનિયુક્ત કેપ્ટન અને ભારતીય ટીમનો યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરે ૯ મેચોમાં ૩૦૭ રન બનાવ્યા છે. આ ૯ મેચો દરમિયાન ઐયરની એવરેજ ૫૧.૧૬ રહ્યું છે. આ સિઝનમાં ઐયરે ૪ ફિફ્ટી પણ ફટકારી છે.

 IPL- ૧૧માં સૌથી વધુ રન ફટકારનારા વિદેશી ખેલાડીઓ :

 ૧. કેન વિલિયમસન :

ડેવિડ વોર્નરને કેપ્ટનપદેથી હટાવ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન આ સિઝનમાં રમાયેલી ૮ મેચોમાં ૪૬ના એવરેજથી ૩૨૨ રન બનાવ્યા છે. આ દરમિયાન વિલિયમસને ૪ ફિફ્ટી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર ૮૪ રન રહ્યો છે.

૨. શેન વોટસન :

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર શેન વોટસને IPLની ૯ મેચોમાં ૩૫.૨૨ના એવરેજથી ૩૧૭ રન બનાવ્યા છે.  જેમાં એક સદી અને ૧ ફિફ્ટી શામેલ છે.  શેન વોટસનનો આ સિઝનમાં બેસ્ટ સ્કોર ૧૦૬ રન રહ્યો છે.

૩. એ બી ડિવિલિયર્સ :

સાઉથ આફ્રિકા પૂર્વ કેપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન એ બી ડિવિલિયર્સે પણ આ સિઝનમાં પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું છે. ડિવિલિયર્સે IPLમાં રમાયેલી ૬ મેચોમાં ૫૬ની એવરેજ સાથે શાનદાર ૨૮૦ રન ફટકાર્યા છે.

મિ. ૩૬૦ના નામે ઓળખાતા ડિવિલિયર્સે આ સિઝનમાં ૩ ફિફ્ટી ફટકારી છે તેમજ તેનો બેસ્ટ સ્કોર અણનમ ૯૦ રન રહ્યો છે.

 ૪. ક્રિશ લિન :

કોલકાતા નાઈટ રાઇડર્સ માટે ટીમની શરૂઆત કરનાર સ્ફોટક બેટ્સમેન ક્રિશ લિન પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. IPLની ૧૧મી સિઝનમાં લિને ૯ મેચમાં ૩૨.૫૦ના એવરેજથી ૨૬૦ રન ફટકાર્યા છે.

૫. ક્રિશ ગેલ :

કેરેબિયન સ્ફોટક બેટ્સમેન અને કિંગ્સ ઈલેવન પંજાબન આધારભૂત ખેલાડી ક્રિશ ગેલ પણ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. IPLની ૧૧મી સિઝનમાં ગેલે ૫ મેચમાં ૩૦૨ રન ફટકાર્યા છે. આ ૫ મેચમાં ગેલે આ સિઝનની પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત તે ૩ ફિફ્ટી પણ ફટકારી ચુક્યો છે.