Not Set/ IPL 2019 માં બન્યા આ અનોખા 7 રેકોર્ડ, જેને તોડવા મુશ્કેલ જ નથી અશક્ય છે

આઇપીએલ 2019 હાલમાં રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે જ્યારે દરેક ટીમ પોઇન્ટ ટેબલ પર સર્વોચ્ચ સ્થાને પહોંચવા માટે મજબૂત પ્રદર્શનના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. આઇપીએલ 2019માં અત્યારસુધીમાં અનેક રેકોર્ડ બની ચૂક્યા છે અને તૂટી પણ ચૂક્યા છે. તેમાં કેટલાક રેકોર્ડ તો એવા બન્યા છે જેને કોઇ ભવિષ્યમાં કોઇ તોડી શકે તેવી શક્યતા નહીવત્ […]

Uncategorized
ipl 2019 teams IPL 2019 માં બન્યા આ અનોખા 7 રેકોર્ડ, જેને તોડવા મુશ્કેલ જ નથી અશક્ય છે

આઇપીએલ 2019 હાલમાં રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે જ્યારે દરેક ટીમ પોઇન્ટ ટેબલ પર સર્વોચ્ચ સ્થાને પહોંચવા માટે મજબૂત પ્રદર્શનના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. આઇપીએલ 2019માં અત્યારસુધીમાં અનેક રેકોર્ડ બની ચૂક્યા છે અને તૂટી પણ ચૂક્યા છે. તેમાં કેટલાક રેકોર્ડ તો એવા બન્યા છે જેને કોઇ ભવિષ્યમાં કોઇ તોડી શકે તેવી શક્યતા નહીવત્ લાગી રહી છે.

ચાલો એક નજર કરીએ આ 7 રેકોર્ડ પર જેને IPL 2019 મા ઇતિહાસ રચ્યો

(1) સૌથી શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ

વર્ષ 2008 માં ચેન્નાઇ વિરુદ્વની મેચમાં પાકિસ્તાનના બોલર સોહેલ તનવીરે 14 રન આપીને 6 વિકેટ ખેરવી હતી. તે સાથે જ તેને લીગમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ તેના નામે કર્યો હતો. જો કે આ રેકોર્ડ ત્યારે ધ્વસ્ત થઇ ગયો જ્યારે 11 વર્ષ પછી 5 એપ્રિલ 2019 ના રોજ કેરિબિયાઇ બોલરને પોતાના પહેલા જ મેચમાં વિકેટોનો પહાડ બનાવ્યો હતો. હૈદરાબાદ વિરુદ્વ રમાયેલી મેચમાં અલ્ઝારી જોસેફે મુંબઇ તરફથી રમતા 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

(2) એક જ ટીમના બે ખેલાડી દ્વારા સદી બનાવાનો રેકોર્ડ

ટી-20 ના અત્યારસુધીના ઇતિહાસમાં એક જ મેચમાં એક જ ટીમના કોઇ બે ખેલાડીએ શતક બનાવી હોય તેવો કોઇ રેકોર્ડ બન્યો ના હતો. જો કે 31 માર્ચ 2019 ના રોજ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં હૈદરબાદના બેટ્સમેન ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોએ સદી બનાવી હતી. બન્ને વચ્ચે કુલ 185 રનની ભાગીદારી થઇ હતી. આ રીતે એક જ મેચમાં એક જ ટીમના બે ખેલાડીઓ દ્વારા સદી નોંધાવાનો રેકોર્ડ બન્યો હતો.

(3) ડેબ્યુ ઓવરમાં સર્વાધિક રનનો રેકોર્ડ

આઇપીએલ 12 માં પંજાબની ટીમે ઓલરાઉન્ડર વરુણ ચક્રવતીને 8.4 કરોડની જંગી રકમ આપીને ખરીદ્યો હતો. વરુણ 7 અલગ અલગ પ્રકારના બોલ ફેંકવા માટે પ્રખ્યાત છે. 27 માર્ચ 2019 ના રોજ વરુણે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્વ ડેબ્યુ કર્યું. જો કે સુનીલ નારાયણે તેના સપના પર પાણી ફેરવતા તેની પહેલી જ ઓવરમાં 25 રન ફટકાર્યા હતા. તેની સાથે જ આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘી ડેબ્યુ ઓવરનો રેકોર્ડ તેના નામે થઇ ચૂક્યો છે.

(4) સૌથી ઓછી ઉંમરે ક્રિકેટમાં ડેબ્યુનો રેકોર્ડ

બેંગ્લોરનું આ સીઝનમાં સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે અને દરેક મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે જો કે તેમ છતાં ટીમના એક બોલરે તેની કારકિર્દીમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટી-20 લીગમાં પ્રયાસ રે બર્મને સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ કરવાનો રેકોર્ડ રચ્યો છે. 31 માર્ચે હૈદરાબાદની વિરુદ્વ મેદાનમાં પ્રયાસે ડેબ્યુ કર્યું ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ અને 157 દિવસ હતી. તેની સાથે જ તેને બોલર મુજીબ ઉર રહેમાનના રેકોર્ડને તોડ્યો છે જેમણે 17 વર્ષની ઉમરે ક્રિકેટની કારકિર્દીમાં પ્રવેશ કર્યો હતો.

(5) સૌથી ઓછી ઉંમરમાં હેટ્રિકનો રેકોર્ડ

પંજાબના યુવા બોલર સૈમ કરને ટી-20 લીગમાં ઇતિહાસ રચ્યો છે. 1 એપ્રિલ 2019 ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં સૈમે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. દિલ્હી વિરુદ્વ રમતા સેમે હર્ષલ પટેલ, કગિસો રબાડા અને સંદીપ લિમછાનેને આઉટ કરીને હૈટ્રિકનો રેકોર્ડ બનાવ્યો હતો. સૈમે 20 વર્ષ અને 302 દિવસની ઉંમરમાં હૈટ્રિક હાંસલ કરીને સૌથી ઓછી ઉંમરમાં તેની યશકલગીમાં હૈટ્રિકનું પીછુ ઉમેર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો જેમાં રોહિતી 2009 માં 22 વર્ષ અને 6 દિવસની ઉંમરમાં હૈટ્રિક લીધી હતી.

(6) આઇપીએલ ડેબ્યુમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ

આઇપીએલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગના રેકોર્ડની સાથોસાથ અલ્ઝારી જોસેફે ડેબ્યુ મેચમાં પણ સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ તેની કારકિર્દીમાં ઉમેર્યો છે. જોસેફે એંન્ડ્રયૂ ટાયનો ડેબ્યુ મેચમાં 17 રનમાં 5 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો અને ડેબ્યુ મેચમાં 12 રન આપીને 6 વિકેટ ખેરવી હતી.

(7) ટી-20 મેચમાં સળંગ ત્રણ શતકીય ભાગીદારીનો રેકોર્ડ

હૈદરાબાદના બેટ્સમેન ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોએ બેંગ્લોર વિરુદ્વ 185 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. બન્ને ખેલાડીઓએ સદી પણ મારી હતી. તે ઉપરાંત બંનેની જોડી ટી-20 લીગના ઇતિહાસમાં સતત ત્રણ મેચમાં શતકીય ભાગીદારી નોંધાવનારી પહેલી જોડી બની ચૂકી છે.