Not Set/ IPL 2019: રાજસ્થાન રોયલ્સ વિરુદ્વ જીતની આશા સાથે ઉતરશે કેકેઆર

કોલકાતા, આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આમને સામને હશે. કેકેઆર ટીમનું પ્રદર્શન કંગાળ રહેતા સતત 5 મેચ હારી ચૂકી છે ત્યારે આજે જીતની આશાને ફરી જીવંત કરવા માટે આજે રાજસ્થાન રોયલ્સ સામે ઉતરશે. દિનેશ કાર્તિકને પણ ટીમના નબળા પ્રદર્શનને કારણે આલોચનાનો ભોગ બનવું પડ્યું છે. વિશ્વકપમાં ઋષભ પંતની જગ્યાએ સ્થાન મેળવનાર કાર્તિકનું […]

Sports
KKR RR 66666666 IPL 2019: રાજસ્થાન રોયલ્સ વિરુદ્વ જીતની આશા સાથે ઉતરશે કેકેઆર

કોલકાતા,

આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ આમને સામને હશે. કેકેઆર ટીમનું પ્રદર્શન કંગાળ રહેતા સતત 5 મેચ હારી ચૂકી છે ત્યારે આજે જીતની આશાને ફરી જીવંત કરવા માટે આજે રાજસ્થાન રોયલ્સ સામે ઉતરશે. દિનેશ કાર્તિકને પણ ટીમના નબળા પ્રદર્શનને કારણે આલોચનાનો ભોગ બનવું પડ્યું છે.

વિશ્વકપમાં ઋષભ પંતની જગ્યાએ સ્થાન મેળવનાર કાર્તિકનું આ સીઝનમાં પ્રદર્શન 16.71ની સરેરાશ સાથે કંગાળ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવની નિષ્ફળતાથી પણ નિરાશ છે. હૈદરાબાદ વિરુદ્વ 9 વિકેટથી થયેલા પરાજય બાદ કાર્તિક અને કુલદીપને આરામ અપાયો હતો.

પહેલા ચરણમાં કેકેઆરે રોયલ્સને આસાનીથી હરાવ્યું હતું પરંતુ ત્યારથી અત્યારસુધી પરિસ્થિતિમાં ખૂબજ પલટો આવ્યો છે. કેકેઆરનું બોલિંગ પણ એવરેજ રહી છે. બીજી તરફ આઠ ટીમમાં અંતિમ ક્રમાંકે પહોંચી ચૂકેલી રાજસ્થાનનું પ્લેઓફમાં પહોંચવાનું ભાવિ પણ અધ્ધરતાલ જણાઇ રહ્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્વ મેચ પહેલા અજિંક્ય રહાણેના સ્થાને સ્ટીવ સ્મિથને સૂકાનીપદ સોંપાયું હતું. ત્યારબાદ મુંબઇને હરાવીને રોયલ્સની ગાડી પાટે આવી હતી. રહાણે પણ દિલ્હી વિરુદ્વ શતકીય પારી રમીને ફોર્મ મેળવ્યું હતું પરંતુ રાજસ્થાને તે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.