Not Set/ IPL 2020/ ચાલુ મેચમાં રાહુલ તેવતિયા અને ખલીલ અહેમદ વચ્ચે થઇ બબાલ, વોર્નરે વચ્ચે પડી કર્યુ આવુ…

જાણો ચાલુ મેચે કોના વચ્ચે થઇ બબાલ
.

Uncategorized
ipl2020 IPL 2020/ ચાલુ મેચમાં રાહુલ તેવતિયા અને ખલીલ અહેમદ વચ્ચે થઇ બબાલ, વોર્નરે વચ્ચે પડી કર્યુ આવુ...

આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 5 વિકેટથી હરાવી હતી. મેચનો હીરો રાહુલ તેવતિયા બન્યો હતો, તેણે 28 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે આ મેચમાં દર્શકોને એક લડત પણ જોવા મળી હતી. અંતિમ ઓવર કરી રહેલા ખલીલ અહેમદ અને રાહુલ તેવાતીયા વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતુ. ખલીલ રાહુલને ધક્કો મારતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/i/status/1315296905778196482

રાજસ્થાનને છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. રિયાન પરાગ અને રાહુલ તેવતિયા ક્રીઝ પર હતા. પ્રથમ બોલ પર બે રન લીધા બાદ રિયાન પરાગે એક રન લીધો હતો. રાહુલ તેવતિયાએ બે રન લીધા બાદ ચોથી બોલ પર એક રન બનાવ્યા હતા. ત્યારબાદ ખલીલ અહેમદ અને રાહુલ તેવતિયા વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા કઇ વાત પર હતી તે જાણી શકાયું નથી. પછીનાં જ બોલ પર રિયાન પરાગે સિક્સર ફટકારીને મેચને જીતી લીધી. વિજય બાદ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિડ વોર્નરે રાહુલનો સંપર્ક કર્યો અને તેમની સાથે દલીલો કરવા લાગ્યો. જ્યારે ખલીલ અહેમદ તેની સાથે હાથ મિલાવવા પહોંચ્યો ત્યારે રાહુલ તેવતિયા ગુસ્સે થયો અને આંગળી વડે કંઈક કહેવા લાગ્યો. ખલીલે તેને ગળે લગાવી અને આ ઝઘડો શાંત કર્યો હતો.

https://twitter.com/i/status/1315321269655535617

યુવા બેટ્સમેન રાહુલ તેવતિયા અને રિયાન પરાગની શાનદાર અર્ધસદીની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે ખરાબ પરિસ્થિતિઓથી નીકળી IPL માં ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને સતત ચાર પરાજયનો ક્રમ તોડ્યો અને પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવવની અપેક્ષાઓ જાળવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.