Not Set/ નેહા કક્કર ટૂંક સમયમાં બનશે રોહનપ્રીત સિંહની દુલ્હન, લગ્નની તારીખ આવી સામે!

નેહા કક્કર ટૂંક સમયમાં રોહનપ્રીત સિંહની દુલ્હન બનવાની છે. સમાચારો અનુસાર નેહા 24 ઓક્ટોબરના રોજ રોહનપ્રીત સાથે લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોવિડને કારણે આ બંનેના લગ્ન દિલ્હીમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે થશે. જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત આ દિવસોમાં એક નવા કપલની જેમ પોતાના રિલેશનશિપની મજા […]

Uncategorized
73fafab60db6468f59e26887ded7a9cc નેહા કક્કર ટૂંક સમયમાં બનશે રોહનપ્રીત સિંહની દુલ્હન, લગ્નની તારીખ આવી સામે!

નેહા કક્કર ટૂંક સમયમાં રોહનપ્રીત સિંહની દુલ્હન બનવાની છે. સમાચારો અનુસાર નેહા 24 ઓક્ટોબરના રોજ રોહનપ્રીત સાથે લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોવિડને કારણે આ બંનેના લગ્ન દિલ્હીમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે થશે. જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત આ દિવસોમાં એક નવા કપલની જેમ પોતાના રિલેશનશિપની મજા લઇ રહ્યા છે. બંને સોશિયલ મીડિયા પર એક બીજા માટે ક્યૂટ પોસ્ટ કરતા રહે છે.

આપને જણાવી દઇએ કે નેહાએ હાલમાં જ રોહનપ્રીત સાથેના તેના સંબંધોને સોશિયલ મીડિયા પર સ્વીકારી લીધો છે. નેહાએ રોહનપ્રીત સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું, “તમે મારા છો.” નેહાની આ પોસ્ટ પર રોહનપ્રીતએ ટિપ્પણી કરી, નેહા બાબુ, I LOVE YOU  SO MUCH, હા હું ફક્ત તમારો જ છું. મારી જીંદગી. રોહને અનેક હાર્ટ ઇમોજીની સાથે કિસિંગ ઇમોજી પણ પોસ્ટ કર્યા છે.

સિંગરના પરિવારને પણ નેહા અને રોહનપ્રીતનાં સંબંધોથી કોઈ સમસ્યા નથી. તેઓ તેમના સંબંધોથી ખૂબ ખુશ છે. જ્યારે નેહાએ સોશિયલ મીડિયા પર રોહનપ્રીત પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે નેહાના ભાઈએ પણ આ બંનેની પ્રશંસા કરી.

રિપોર્ટ્સ અનુસાર, રોહનપ્રીત સિંહે ‘ડાયમંડ દા છલ્લા’ ગીતના શૂટિંગ દરમિયાન કેટલાક મહિના પહેલા સેટ પર નેહા કક્કરને મળ્યો હતો. અહીંથી, બંને પહેલા મિત્ર બન્યા અને પછી ધીમે ધીમે બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં.

રોહનપ્રીત સિંહની વાત કરીએ તો, વર્ષ 2007 માં, તે શો સારેગામાપા લિટલ ચેમ્પમાં બીજા સ્થાને રહ્યો. તેણે રિયાલિટી સિંગિંગ શો રાઇઝિંગ સ્ટાર -2 માં પણ ભાગ લીધો છે. આ પછી રોહનપ્રીત શો મુજશે શાદી કરોગે શોમાં એક સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ