Cricket/ IPL-2021 નું શેડ્યુલ જાહેર, જાણો પ્રથમ અને ફાઈનલ મેચ ક્યા રમાશે?

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. એએનઆઈ અનુસાર, આઇપીએલ 2021 ની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થશે…

Top Stories Sports
Mantavya 126 IPL-2021 નું શેડ્યુલ જાહેર, જાણો પ્રથમ અને ફાઈનલ મેચ ક્યા રમાશે?

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. એએનઆઈ અનુસાર, આઇપીએલ 2021 ની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થશે, જેમા મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ યોજાશે. આ મેચ ચેન્નાઇમાં અને અંતિમ મેચ 30 મે નાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવેલા શેડ્યૂલ મુજબ મેચ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, મુંબઇ અને કોલકાતામાં યોજાશે.

બીસીસીઆઇ દ્વારા આઈપીએલ માટે મીડિયા એડવાઇઝરી જારી કરવામાં આવ્યું છે. તદઅનુસાર, દરેક ટીમ લીગ તબક્કાનાં ચાર સ્થળોએ રમશે. લીગ તબક્કામાં કુલ 56 મેચ યોજાશે, જેમાં ચેન્નાઈ, મુંબઇ, કોલકાતા અને બેંગલુરુ 10-10 મેચ રમશે. જ્યારે અમદાવાદ અને દિલ્હી આઠ મેચનું આયોજન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આઈપીએલની એક વિશેષતા એ હશે કે તમામ મેચ તટસ્થ સ્થળો પર રમાશે અને કોઈ પણ ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ પર નહીં રમે. લીગ તબક્કામાં તમામ ટીમો છ સ્થાને ચાર મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડને આશા છે કે બે વર્ષ પછી તેઓ દેશમાં ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં સફળ રહેશે. ટૂર્નામેન્ટ દરમિયાન મેચોમાં દર્શકોની હાજરીનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

આપને જણાવી દઇએ કે, IPL-2021 ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે. જે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર બરાબર છે. હવે માત્ર જોવાનુ રહેશે કે, BCCI સ્ટેડિયમમાં દર્શકોને સંખ્યા કેટલી હોવાનુ નક્કી કરે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ