IPL/ IPL 2022 ભારતમાં જ યોજાશે ,પરંતુ મેચો દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ

IPL ગવર્નિંગ કાઉન્સિલે તાજેતરમાં જણાવ્યું હતું કે IPL 2022 માટે ખેલાડીઓની મેગા હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે

Top Stories Sports
Untitled 62 5 IPL 2022 ભારતમાં જ યોજાશે ,પરંતુ મેચો દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ

 દેશ માં એક તરફ  કોરોના  કેસ સતત વધતાં જોવા  મળી રહ્યા  છે એવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ નિર્ણય લીધો છે કે ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવશે અને તેની મેચો માત્ર મુંબઈમાં જ રમાશે. જો કે ફરી એકવાર દર્શકોએ ઘરે બેસીને મેચ જોવી પડશે. સમાચાર એજન્સી એએનઆઈએ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બોર્ડ ભારતમાં આ સીઝનનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે. 22 જાન્યુઆરી શનિવારના રોજ બોર્ડ અને તમામ ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં બોર્ડે પોતાની પસંદગી વિશે જણાવ્યું હતું. જો કે, જો સ્થિતિ વધુ વણસે તો સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ આફ્રિકાને પણ વિકલ્પ તરીકે રાખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:Election / પાંચ રાજ્યોમાં રોડ શો, સરઘસ અને રેલી પર પ્રતિબંધ યથાવત : ચૂંટણી પંચ

IPL ગવર્નિંગ કાઉન્સિલે તાજેતરમાં જણાવ્યું હતું કે IPL 2022 માટે ખેલાડીઓની મેગા હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. આ વખતે આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર ‘ટાટા’ ગ્રુપ હશે. આ વખતે હરાજી માટે 1200 થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં 300 થી વધુ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આગામી સિઝન માટે લગભગ 217 ખેલાડીઓ ખરીદવામાં આવશે, જેમાંથી 70 વિદેશી ખેલાડીઓ હશે.   

આ પણ વાંચો:હત્યા / જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

IPLની આગામી સિઝન ઘણી રીતે ખાસ રહેવાની છે, કારણ કે તેમાં 10 ટીમો ભાગ લેશે. IPLમાં લખનૌ અને અમદાવાદની ટીમો જોડાશે. IPLની છેલ્લી સિઝન ઘણી રોમાંચક રહી હતી. જેમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભા બતાવીને સૌને ચોંકાવી દીધા હતા. ઘણા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ટ્રોફી માટે રોમાંચક જંગ જોવા મળશે.