IPL 2024 Schedule/ IPLની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચ ચેન્નાઈ અને RCB વચ્ચે થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ ગુરુવારે (22 ફેબ્રુઆરી) જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ રમશે.

Top Stories Sports
YouTube Thumbnail 34 1 IPLની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચ ચેન્નાઈ અને RCB વચ્ચે થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ ગુરુવારે (22 ફેબ્રુઆરી) જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ રમશે. આ મેચ 22 ફેબ્રુઆરીએ તેના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ સાથે સ્પર્ધા કરશે. 21 મેચોનું શેડ્યૂલ હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ, ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઉદ્ઘાટન મેચ રમી ચૂકી છે.

દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. હવે 15 દિવસનો કાર્યક્રમ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

સમગ્ર આઈપીએલ દેશમાં જ યોજાશે

IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. ફક્ત 2009 માં જ IPL સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા) માં રમાઈ હતી, જ્યારે 2014 માં, સામાન્ય ચૂંટણીઓને કારણે, કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ