Not Set/ #IPL2020 #RCBvsRR/ 155 રનનાં ટાર્ગેટનો પીછો કરતા RCB 10 ઓવરમાં 77/1 પર પહોચી

ઈન્ડિયન પ્રીમિયર લીગ – IPL2020 ની 13 મી સીઝનની 15 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) અને રાજસ્થાન રોયલ્સ(RR) વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યા બાદ RRનાં કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા અને RCBને જીત માટે 155 રનનો […]

Uncategorized
d398930deb3f7f4920ed2396605f25c2 #IPL2020 #RCBvsRR/ 155 રનનાં ટાર્ગેટનો પીછો કરતા RCB 10 ઓવરમાં 77/1 પર પહોચી

ઈન્ડિયન પ્રીમિયર લીગ – IPL2020 ની 13 મી સીઝનની 15 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB) અને રાજસ્થાન રોયલ્સ(RR) વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યા બાદ RRનાં કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા અને RCBને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

જવાબમાં દેવદત્ત પડિક્કલ અને એરોન ફિંચે આરસીબીની ઇનિંગ્સની શરૂઆત કરી. ફિંચ શ્રેયસ ગોપાલની 2.3 ઓવરમાં 8 રન બનાવીને એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ફિંચને રિપ્લેસ કરતા કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિક્કલે 10 ઓવરનાં અંતે 77 પર ટીમને પહોચાડી છે.  

અગાઉ મહિપાલ લોમરે રાજસ્થાન રોયલ્સ માટે 47 રનની ઇનિંગ રમી હતી, ઉપરાંત રાહુલ તેવાતીયા 12 બોલમાં 24 રનમાં પરત ફર્યો હતો. બટલરે ઝડપી 22 નું યોગદાન આપ્યું અને જોફ્રા આર્ચેરે 16 રનનું યોગદાન આપ્યું. આરસીબી તરફથી યુઝવેન્દ્ર ચહલે 24 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઇસુરુ ઉદનાએ 41 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નવદીપ સૈનીએ 37 રન ખર્ચ્યા બાદ એક વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે ફરી એકવાર સારી બોલિંગ કરી અને તેના ક્વોટાની ચાર ઓવરમાં માત્ર 20 રન આપ્યા હતા.

આરસીબીના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ મહિપાલ લોમરોરે રાજસ્થાન રોયલ્સ માટે 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ફરી એકવાર રાહુલ તેવતિયાએ પોતાના સિક્સર વડે ચાહકોનું મનોરંજન કર્યું અને 12 બોલમાં અણનમ 24 રન સાથે પરત ફર્યો. તેવાતીયા એ ત્રણ સિક્સર ફટકારી હતી, જેમાંથી બે તેણે નવદીપ સૈનીની પાછળ કમાલનો બેક સોટ  પણ માર્યો હતો. રાજસ્થાન રોયલ્સ માટે જોસ બટલરે 12 બોલમાં 22 રન બનાવ્યા, આ સિવાય જોફ્રા આર્ચર 10 બોલમાં અણનમ 16 રન સાથે પરત ફર્યો હતો.

આપને જણાવી દઇએ આજે આ ખેલાડીઓ રમી રહ્યા છે પોતાની ટીમ માટે

આરસીબી પ્લેઇંગ ઇલેવન

આરસીબી પ્લેઇંગ ઇલેવન: દેવદત્ત પડિક્કલ, એરોન ફિંચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન, વોશિંગ્ટન સુંદર, ઇસુરુ ઉદના, નવદીપ સૈની, આદમ જંપા, યુઝવેન્દ્ર ચહલ.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન 

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન: જોસ બટલર, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાયન પરાગ, રાહુલ તેવાતીયા, ટોમ કુરાન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, મહિપાલ લોમર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews