Shocking/ વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવતી ટીમને હરાવી આયર્લેન્ડે રચ્યો ઈતિહાસ

આયર્લેન્ડની ટીમે વનડે શ્રેણીમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને હરાવી સૌ કોઇને ચોંકાવી દીધા છે. આયર્લેન્ડે જમૈકાનાં સબીના પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી જીતી લીધી છે.

Sports
ireland vs west indies

જે ટીમમાં કેપ્ટન તરીકે કિરોન પોલાર્ડ, ઓલરાઉન્ડર તરીકે જેસન હોલ્ડર, નિકોલસ પૂરન, શાઈ હોપ અને બેટ્સમેન તરીકે રોસ્ટન ચેઝ જેવા ખેલાડીઓ છે. ટીમ પાસે બોલિંગમાં પણ સારા ખેલાડીઓ હોય. ભલે અનુકૂલ પરિસ્થિતિ હોય અને હારનો સ્વાદ ચાંખવો પડે તો તમે તેને શરમજનક પ્રદર્શન કહેશો. આવું જ કંઈક વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાથે થયું છે અને આયર્લેન્ડે ઈતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો – India Open 2022 / વર્લ્ડ ચેમ્પિયન લોહ કીને ફાઇનલમાં હરાવીને લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપન સિંગલ્સ ખિતાબ જીત્યો

આયર્લેન્ડની ટીમે વનડે શ્રેણીમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને હરાવી સૌ કોઇને ચોંકાવી દીધા છે. આયર્લેન્ડે જમૈકાનાં સબીના પાર્ક ખાતે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ પહેલા આયર્લેન્ડ ક્યારેય વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી જીતી શક્યું નથી. આયર્લેન્ડ માટે વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવતી ટીમને હરાવવી એ કોઈ ઐતિહાસિક ક્ષણથી ઓછી નથી. જોકે, આ દિવસોમાં ટીમ એટલી સારી પણ નથી રમી રહી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ODI સીરીઝમાં આયરલેન્ડની ટીમે પહેલીવાર એવી ટીમને હરાવી શકી છે જે બે વખત ICC વર્લ્ડકપ જીતી ચૂકી છે. આયર્લેન્ડની ટીમ આ પહેલા ક્યારેય આવી ટીમ સામે વનડે શ્રેણી જીતી શકી નથી. આ સીરીઝમાં ભલે વેસ્ટ ઈન્ડિઝની ટીમે જીતની શરૂઆત કરી હતી પરંતુ આયર્લેન્ડની ટીમનો અંત વિજય સાથે થયો છે. આયર્લેન્ડે બીજી મેચ 5 વિકેટે અને છેલ્લી મેચ 2 વિકેટે જીતી હતી.

આ પણ વાંચો – Virat Kohli Captaincy Resign / વિરાટની કેપ્ટનશીપ છોડ્યા બાદ અનુષ્કા ભાવુક થઈને જાણો શું કહ્યું ?

અંતિમ મેચની વાત કરીએ તો આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને વેસ્ટ ઈન્ડિઝને 212 રનમાં સમેટી દીધી. કેરેબિયન ટીમ તરફથી શાઈ હોપે 53 રન અને જેસન હોલ્ડરે 44 રન બનાવ્યા હતા. આઇરિશ ટીમ માટે એન્ડી મેકબ્રાને 4 અને ક્રેગ યંગે 3 વિકેટ ઝડપી હતી. વળી, મેકબ્રાને બેટિંગમાં પોતાની તાકાત બતાવી અને 59 રનની ઇનિંગ રમી. હેરી ટેક્ટરે 52 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન પોલ સ્ટ્રલિંગે 44 રન બનાવ્યા હતા. મેકબ્રાઈનને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેણે શ્રેણીમાં દસ વિકેટ લીધી અને 128 રન બનાવ્યા.