ફાયદાની વાત/ શું સહવાસ બાદ મહિલાના શરીરમાં વીર્ય જવાથી વજન વધી શરીર બેડોળ બની શકે?

વારંવાર સંભોગ કરવાથી પુરુષ નબળો, પાતળો, વૃધ્ધ થતો જાય છે?

Lifestyle
kaam શું સહવાસ બાદ મહિલાના શરીરમાં વીર્ય જવાથી વજન વધી શરીર બેડોળ બની શકે?

આપણા હિન્દુ ધર્મમાં સેક્સ એટલે કે જાતીય જીવન અંગે જાહેરમાં વાતચીત કરવી એ સંસ્કારો વિરુધ્ધ માનવામાં આવે છે. એટલે જ સેક્સને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં તમને મળશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

92,057 Couple In Bed Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

મૂંઝવણ: અમારે બે બાળકો છે. અને લગ્નને 7 વર્ષ થયેલ છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધક તરીકે નિરોધનો ઉપયોગ કરતા હતા. પરંતુ છ મહિના પહેલા મારી પત્નીએ કુંટુબનિયોજન નું ઓપરશન કરાવ્યું છે. પરંતુ હવે મારી પત્નીને ભય સતાવતો રહે છે કે વધુ પડતા જાતીય સંબંધથી વીર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. તો શું આ વાત સાચી ગણી શકાય?

Couple Sleep Stock Photos And Images - 123RF

ઉકેલ. જાતીય જીવનને લગતી સમસ્યાઓ વિશે આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જાણી શકાય છે. કહેવાતી એવી ઘણી જાહેર ખબરો તેમજ અમુક ખાનદાની સેકસોલોજીસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ફસાવી દીધું છે કે વીર્ય શક્તિશાળી છે. અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી મહિલાનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો, પાતળો, વૃધ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ અને માત્ર બકવાસ સિવાય કોઇ જ સચ્ચાઇ નથી.

couple શું સહવાસ બાદ મહિલાના શરીરમાં વીર્ય જવાથી વજન વધી શરીર બેડોળ બની શકે?

એ વાત સાચી છે કે વીર્યમાં ફુકટોઝ નામની શુગર આવેલી હોય છે. પણ તે માત્ર વિર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પુરતી છે. એ એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી શક્તિશાળી નથી હોતી. ઉલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતીય સમાગમમાં આશરે દોઢસો કેલરી વપરાય છે. આ કેલરી વિર્યને કારણે નહીં પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એકટીવ જાતીય જીવન માણે તો ચોક્કસ તે શરીર ઉતારી શકે છે.

couple1 શું સહવાસ બાદ મહિલાના શરીરમાં વીર્ય જવાથી વજન વધી શરીર બેડોળ બની શકે?

સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી હોતી.

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?