Kidney stone/ કિડની સ્ટોનના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે સમસ્યાઓ

ખરાબ ખાનપાન અને ખોટી જીવનશૈલીની આદતો આપણા શરીર પર ખરાબ અસર કરે છે. જેના કારણે આપણે અનેક રોગોની ઝપેટમાં આવીએ છીએ

Food Lifestyle
Kidney stone

Kidney stone: ખરાબ ખાનપાન અને ખોટી જીવનશૈલીની આદતો આપણા શરીર પર ખરાબ અસર કરે છે. જેના કારણે આપણે અનેક રોગોની ઝપેટમાં આવીએ છીએ. આ બીમારીઓમાંથી એક છે ‘કિડની સ્ટોન’, જે સામાન્ય રીતે લોકોમાં જોવા મળે છે. લાંબા સમય સુધી કામ કરવા અને લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાને કારણે લોકોમાં આ બીમારી બે ગણી વધી ગઈ છે.

કિડનીમાં પથરી (Kidney stone)ના કારણે નાના સાંધામાં ભારે દુખાવો અને સોજો આવે છે. જે લોકોને પથરીની ફરિયાદ હોય, તેમણે ખાવા-પીવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ. અહીં અમે કેટલીક એવી ખાદ્ય વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી કિડનીની પથરીથી પીડિત લોકોએ દૂર રહેવું જોઈએ.

કિડની સ્ટોનનાં લક્ષણો

  • પેશાબ કરતી વખતે પીડા અનુભવવી
  • વારંવાર પેશાબ લાગવો
  • પેટમાં તીવ્ર દુખાવો
  • ભૂખ ન લાગવી
  • ઉબકા અને તાવ આવવો

કિડની સ્ટોનથી પીડિત લોકોએ ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ

મીઠાનો વધુ પડતો ઉપયોગ: વધુ મીઠું ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. મીઠું પેશાબમાં કેલ્શિયમની માત્રા વધારવાનું કામ કરે છે, જેનાથી પથરી બનવાનું જોખમ વધી જાય છે.

ઠંડા પીણા ન પીવા: પથરીની સમસ્યાથી પીડિત મોટાભાગના દર્દીઓને ડિહાઇડ્રેશનની સમસ્યા હોય છે. એટલા માટે આવા લોકોને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોલ્ડ ડ્રિંક્સ અને કેફીન જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. ઠંડા પીણામાં રહેલું એસિડ પથરી બનવાનું જોખમ વધારે છે. જ્યારે કેફીન શરીર માટે હાનિકારક છે.

નોન-વેજ ટાળો: માંસાહારી ખોરાક જેવા કે માછલી, માંસ અને ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની સ્ટોનના દર્દીઓ માટે બિલકુલ ફાયદાકારક નથી. જો દર્દીઓને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો તેમણે હંમેશા ખોરાકમાં પ્રોટીનની માત્રા ઓછી રાખવી જોઈએ.

ટામેટા: રસોડામાં બનતી મોટાભાગની વસ્તુઓમાં ટામેટાંનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટાંમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ છે કે કિડની સ્ટોનના દર્દીઓએ ટામેટાંનું સેવન ટાળવું જોઈએ. અને ખાવાની વધુ ઇચ્છા થાય તો તેના બીજ કાઢીને જ ઉપયોગમાં લેવા જોઇએ.

નોધઃ આ લેખમાં દર્શાવેલી પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો પુરતા છે. મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.