Not Set/ જાણો મહિલાઓના શર્ટમાં બટન કેમ ડાબી બાજુ પર હોય છે?

શું તમને ખબર છે કે, મહિલાઓ અને પુરુષોના શર્ટમાં બટનો જુદી જુદી બાજુ પર હોય છે. જો તમે આ વાત પર ધ્યાન ન આપ્યું, તો હવે ધ્યાન આપજો. મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુ પર હોય છે. જ્યારે પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુ હોય છે. હવે તમે વિચારતા હશો કે, આવુ કેમ થાય છે? તો આજે અમે તમને આ લેખના […]

Lifestyle
Untitled 60 જાણો મહિલાઓના શર્ટમાં બટન કેમ ડાબી બાજુ પર હોય છે?

શું તમને ખબર છે કે, મહિલાઓ અને પુરુષોના શર્ટમાં બટનો જુદી જુદી બાજુ પર હોય છે. જો તમે આ વાત પર ધ્યાન ન આપ્યું, તો હવે ધ્યાન આપજો. મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુ પર હોય છે. જ્યારે પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુ હોય છે. હવે તમે વિચારતા હશો કે, આવુ કેમ થાય છે? તો આજે અમે તમને આ લેખના માધ્યમથી મહિલા અને પુરુષોના શર્ટનાં બટન અલગ અલગ બાજુ પર હોવાનું કારણ જણાવીશું.

મહિલાઓ અને પુરુષોના શર્ટમાં બટન અલગ અલગ બાજુ પર હોવા અંગે ઘણા તર્ક લગાવવામાં આવે છે.  કહેવામાં આવે છે કે બટન ખોલવા અથવા બંધ કરવા માટે પુરુષોને ડાબા હાથની જરૂર પડે છે. એટલા માટે તેમના શર્ટની જમણી બાજુએ બટનો હોય છે. બીજી બાજુ, આ કામ મહિલાઓ માટે ઊંધુ હોય છે. એટલા માટે તેમના શર્ટમાં બટન ડાબી બાજુ હોય છે.

શર્ટમાં બટનની સાઈડ અલગ-અલગ હોવા અંગે એક તર્ક એમ પણ આપવામાં આવે છે કે, જૂના સમયમાં મહિલાઓ ઘોડા પર સવારી કરતી હતી અને એટલા માટે તે ડાબી બાજુ બટનવાળા શર્ટ પહેરતી હતી. જેથી હવાના કારણે શર્ટ ખુલી ન જાય. ત્યારથી લઈને આજ દિન સુધી  મહિલાઓના શર્ટ અંગેનો કૉનસેપ્ટ આમ જ યથાવત્ રહ્યો છે. ત્યારથી લઈને મેકર્સે આ પ્રકારની શર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. એવું પણ કહેવામાં આવે છે કે, પોતાના બાળકોને સરળતાથી ગોદીમાં લેવા માટે મહિલાને ડાબા હાથનો ઉપયોગ કરવો પડે છે. જેથી તે જમણા હાથની મદદથી શર્ટના બટન ખોલીને બાળકને સ્તનપાન કરાવી શકે.