નવરાત્રી/ નવરાત્રિના છેલ્લા દિવસે પ્રસાદ માટે બનાવો ગુલાબ ફ્લેવરના નારિયેળના લાડુ

નવરાત્રિ પર માતાને નાળિયેરના લાડુ ચઢાવે છે. તો તમે આ વર્ષે નારિયેળના લાડુ પણ એક નવા સ્વાદમાં બનાવીને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો. 

Food Lifestyle
Untitled 296 નવરાત્રિના છેલ્લા દિવસે પ્રસાદ માટે બનાવો ગુલાબ ફ્લેવરના નારિયેળના લાડુ

તહેવારોની સીઝન ચાલી રહી છે હજુ નવરાત્રિ પૂરી પણ નથી થઈ. ભક્તો માતાને વિવિધ પ્રકારની મીઠાઈઓ પ્રસાદમાં અર્પણ કરે છે. નાળિયેરને ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલે જ નાળિયેરની મીઠાઈઓ ચઢાવવી પણ સારી માનવામાં આવે છે. નવરાત્રિ પર માતાને નાળિયેરના લાડુ ચઢાવે છે. તો તમે આ વર્ષે નારિયેળના લાડુ પણ એક નવા સ્વાદમાં બનાવીને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો. તો જાની લો ગુલાબ ફ્લેવરના નારિયેળના લાડુ બનાવવાની રીત –

સામગ્રી –

  • દોઢ કપ સુકું નાળિયેર
  • 1 ચમચી રોઝ સીરપ
  • 2 ચમચી ઘી
  • 1 મુઠ્ઠી શેકેલા સિંગદાણા
  • 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ચમચી ગુલાબજળ
  • 1/2 કપ ડ્રાયફ્રુટ્સનો ભૂકો
  • 1 મુઠ્ઠી બદામ

રીત-

ગુલાબ ફ્લેવરના નારિયેળના લાડુ બનાવવા માટે, પહેલા એક પેન ગરમ કરો અને તેમાં 1 ચમચી ઘી લો. જ્યારે ઘી થોડું ગરમ થઈ જાય, તો તેમાં ડ્રાય ફ્રુટ્સને શેકી લો અને પછી તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો. હવે તે જ પેનમાં 1 ટીસ્પૂન ઘી નાખો અને સુકું નારિયેળ ઉમેરો. અને તેને સતત હલાવતા શેકી લો. જ્યારે નાળિયેર શેકાઈ જાય ત્યારે કન્ડેન્સ્ડ મિલ્ક સાથે રોઝ સીરપ અને ગુલાબજળ ઉમેરો અને તે બધાને મિક્સ કરો. સતત હલાવતા તેને રાંધતા રહો. જ્યારે લાડુનું મિશ્રણ બરાબર રંધાઈ જાય ત્યારે તેમાં શેકેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને મિક્સ કરો. હવે, મિશ્રણને ઠંડુ થવા દો. આ પછી, તેમાંથી નાના લાડુ બનાવો.