Not Set/ દિવાળી ભેટ સ્વરૂપે આ વખતે પગાર વહેલો આપવામાં આવશે

રાજ્ય સરકારે દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે. વહેલો પગાર આપવા મામલે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે

Gujarat Others
Untitled 297 દિવાળી ભેટ સ્વરૂપે આ વખતે પગાર વહેલો આપવામાં આવશે

આગામી ચાર તારીખે દિવાળીના તહેવારને લઈને સૌ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્ચે જ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પર્વને લઈને રાજ્ય સરકારે નવેમ્બર મહિનાનો પગાર ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં કરી દેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો ;પંજાબ / CM ચન્ની અમરિંદર સિંહને મળ્યા, સિદ્ધુ હાઇકમાન્ડને મળવા પહોંચ્યા

રાજ્ય સરકારે દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે. વહેલો પગાર આપવા મામલે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો ;કોરોના કેસમાં નવરાત્રિ ઇફેક્ટ /  રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા

આ ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

આ પણ વાંચો ;Share Market / રેકોર્ડ ઉંચાઇ પર બજાર, પ્રથમ વખત સેન્સેક્સ 61,000 અને નિફ્ટી 18,250 પાર પર ખુલ્યુ