Not Set/ IT રેડનો મુદ્દો સંસદ માં ગુંજ્યો

કર્ણાટક ના બેંગ્લુરૂ ખાતે ડીકે શિવકુમારના રિસોર્ટમાં જ્યાં ગુજરાત કોંગ્રેસના ૪0થી વધુ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે. રિસોર્ટમાં રેડના મુદ્દે સંસદમાં હોબાળો થવા પામ્યો છે. રાજ્યસંભામાં વિત્ત મંત્રી અરૂણ જેટલી કહ્યુ કે, જે રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા નથી. માત્ર એક મંત્રીના ઘર પર દરોડા પડ્યા છે, રિસોર્ટ પર દરોડા નથી પાડ્યા. […]

India
vlcsnap 2017 08 02 12h59m52s558 IT રેડનો મુદ્દો સંસદ માં ગુંજ્યો

કર્ણાટક ના બેંગ્લુરૂ ખાતે ડીકે શિવકુમારના રિસોર્ટમાં જ્યાં ગુજરાત કોંગ્રેસના ૪0થી વધુ ધારાસભ્યોને અહીં લાવવામાં આવ્યા છે. રિસોર્ટમાં રેડના મુદ્દે સંસદમાં હોબાળો થવા પામ્યો છે. રાજ્યસંભામાં વિત્ત મંત્રી અરૂણ જેટલી કહ્યુ કે, જે રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા નથી. માત્ર એક મંત્રીના ઘર પર દરોડા પડ્યા છે, રિસોર્ટ પર દરોડા નથી પાડ્યા. માત્ર તેમના ઘર પર જ નહી, બીજી 39 જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, ”સરકાર ઈન્કમ ટેક્સ એજન્સીઓનો ખોટી રીતે ઉપોયગ કરી રહી છે. આનંદ શર્માએ કહ્યું કે, ”ઈન્કમ ટેક્સ રેડનો સમય અને જગ્યા જણાવે છે કે બધું ટાર્ગેટેડ છે, IT રેડની જગ્યા અને સમય સંજોગ નથી.” તો ગુલામ નબી આઝાદે પોતાનો મત રજૂ કરીને કહ્યું કે, કોઈ પણ ચૂંટણી હોય તેઓ મુક્ત હોવા જોઈએ પણ આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં તેવું નથી થઈ રહ્યું. કર્ણાટકા રેડના વિરોધમાં કોંગ્રેસના સાંસદોઓ ”લોકસભાની હત્યા બંધ કરો, બંધ કરો”ના નારા લગાવ્યા”.