Not Set/ બેંગલુરુ : ડીકે શિવકુમારના ઘરે અને ગુજરાતના MLA રોકાયા છે તે ઈગલટોન રિસોર્ટમાં IT ના દરોડા,

કર્ણાટકમાં બેંગ્લુરૂ ખાતે IT વિભાગ દ્વારા કર્ણાટકના ઉર્જાપ્રધાન ડી. કે. શિવકુમારના કનકપુરા સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન અને ઈગલટોન ગોલ્ફ રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો ગત શુક્રવારથી રહી રહ્યાં છે, ત્યાં બુધવારે સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ રિસોર્ટ કર્ણાટકના ઊર્જા મંત્રી ડી.કે.શિવકુમારનો છે. […]

India
vlcsnap 2017 08 02 12h32m02s201 બેંગલુરુ : ડીકે શિવકુમારના ઘરે અને ગુજરાતના MLA રોકાયા છે તે ઈગલટોન રિસોર્ટમાં IT ના દરોડા,

કર્ણાટકમાં બેંગ્લુરૂ ખાતે IT વિભાગ દ્વારા કર્ણાટકના ઉર્જાપ્રધાન ડી. કે. શિવકુમારના કનકપુરા સદાશિવનગરમાં આવેલા નિવાસ સ્થાન અને ઈગલટોન ગોલ્ફ રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો ગત શુક્રવારથી રહી રહ્યાં છે, ત્યાં બુધવારે સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ રિસોર્ટ કર્ણાટકના ઊર્જા મંત્રી ડી.કે.શિવકુમારનો છે. રિસોર્ટની સાથે જ ઊર્જા મંત્રીના ઘરે પણ છાપો મારવામાં આવ્યો હતો. તાજેતરની જાણકારી અનુસાર આઈટી વિભાગના તપાસ અધિકારીઓ દ્વારા ડી.કે. શિવકુમારને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. રિસોર્ટમાં રોકાયેલ કોંગ્રેસના ધારાસભ્યોના રૂમની પણ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સવારે 7 વાગે આ છાપો મારવામાં આવ્યો હતો.

ઈગલટોન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોના રુમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ રિસોર્ટમાં મોટી માત્રામાં રોકડ છુપાવવામાં આવી હોવાની શંકા છે. જેના સંદર્ભમાં IT અધિકારીઓ તમામ રુમ અને વાહનોની ચકાસણી કરી રહ્યા છે.

હરિયાણાના ધારાસભ્ય રણદીપ સુરજેવાલે આ મામલે કહ્યું હતું કે, ભાજપે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં ન ફાવ્યા ત્યારે હવે ભાજપ કોંગ્રેસ પર આઈટી વિભાગના દરોડા પાડી રહ્યું છે.

ડી. કે. શિવકુમાર કર્ણાટક સરકારમાં ઊર્જાપ્રધાન છે. જ્યારે તેમના ભાઈ ડી. કે. સુરેશ બેંગલુરુ ગ્રામીણ બેઠક પરથી સાંસદ છે. ઘણા શક્તિશાળી નેતા ગણાતા શિવકુમારને રાજકીય પંડીતો આગામી CM પદના દાવેદાર પણ માને છે. ગત ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી તે સમયે શિવકુમાર કનકપુરા બેઠક પરથી એક લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. તેમણે પોતાના સોગંદનામામાં પોતાની પાસે 250 કરોડ રુપિયાથી વધુની સંપત્તિ હોવાની જાહેરાત કરી હતી.

ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલે ઈગલટોન ગોલ્ફ રિસોર્ટ પર પાડવામાં આવેલા દરોડા અંગે જણાવ્યું કે, ભાજપ હતાશ અને નિરાશ છે. અને તે કોઈપણ હદ સુધી જઈ શકે છે.