Air pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી ‘હૃદય અને મગજને પણ અસર કરે છે’

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણમાં વધારો થતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. દિલ્હી AIIMSના ડોક્ટરે જણાવ્યું કે રિસર્સમા સામે આવ્યું છે કે વાયુપ્રદૂષણની અસરના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ વધુ રહે છે.

Top Stories India
YouTube Thumbnail 52 દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી 'હૃદય અને મગજને પણ અસર કરે છે'

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણમાં વધારો થતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે નિર્ણાયક પગલા લેતા પ્રતિબંધો લાદવામાં આવ્યા. જે મુજબ દિલ્હીમાં BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ કાર પર તેમજ કોઈ બાંધકામના કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. દરમ્યાન નિષ્ણાત તબીબોએ પ્રદૂષણને લઈને એલર્ટ રહેવા તાકીદ કરી છે. દિલ્હી AIIMSમાં ન્યુરો સર્જરીના નિષ્ણાતના જણાવ્યા મુજબ વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાંને જ નહીં પરંતુ હૃદય અને મગજને પણ અસર કરે છે. આથી લોકોને સ્વાસ્થ્ય મામલે બેદરકારી ના દાખવવા સૂચન કર્યું.

દિલ્હી AIIMSના ડોક્ટરે જણાવ્યું કે રિસર્સમા સામે આવ્યું છે કે વાયુપ્રદૂષણની અસરના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ વધુ રહે છે. વાયુપ્રદૂષણ ફક્ત ફેંકસાને નહી પરંતુ હૃદય અને મગજને પણ અસર કરે છે. પ્રદૂષણ શરીરમાં કણોના રૂપમાં પ્રવેશી રક્તવાહીનો સુધી પંહોચે છે. જેના કારણે રક્તવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થતા બ્લડને અવરોધ બ્લડપ્રેશર વધવાની સંભાવના વધે છે. આવી સ્થિતિમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. દિલ્હીમાં હાલ AQI 500થી વધી જતા શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. આ મામલે સરકાર સાથે લોકોએ પણ ખાસ તકેદારી રાખવી જોઈએ.

સરકારથી લઈને વહીવટીતંત્ર દ્વારા વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે નિષ્ણાતો પણ ચેતવણી આપતા કહે છે કે મોટાભાગના મૃત્યુ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને કારણે થાય છે. કેમકે પ્રદૂષણ આપણા શરીરમાં કણોના રૂપમાં પ્રવેશે છે. આથી વાયુ પ્રદૂષણના કારણે લોકો N-95 માસ્ક પહેરવા જોઈએ તેમજ ઘરો સંપૂર્ણપણે બંધ રાખવા. ખાસ કરીને સવારે અને રાત્રે. ફક્ત બપોરે થોડા સમય માટે ઘરનો દરવાજો ખોલવો.

દિલ્હી-એનસીઆરમાં પરિસ્થિતિ કાબુ બહાર જતા તંત્ર દ્વારા શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. તેમજ ઉચ્ચતર માધ્યમિકશાળાઓને ઓનલાઈન શરૂ કરવા નિર્દેશ કર્યો. સાથે ઓડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરી. વધતા વાયુ પ્રદૂષણને કારણે સીએમ કેજરીવાલી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓએ ભાગ લીધો. આ બેઠક બાદ 13થી 20 નવેમ્બર સુધી દિલ્હીમાં ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી 'હૃદય અને મગજને પણ અસર કરે છે'


આ પણ વાંચો : Navsari-Death/ નવસારીમાં બાલ્કની તૂટતા મહિલાનું મોત

આ પણ વાંચો : માંગ/ ‘એક લાખ કન્સ્ટ્રકશન વર્કરો મોકલો’, કોણે કરી ભારતને તાકીદ

આ પણ વાંચો : Terrorists Attack/ આતંકીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર તબાહી મચાવી, એન્કાઉન્ટરમાં એક કર્નલ અને 3 જવાન શહીદ