દરોડા/ અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા,બેનામી સંપત્તિ મળવાની સંભાવના

આ દરોડામાં કૈાશિક,રાજેન્દ્ર, અને તેજસ મજેઠીયાનાી ત્યા પણ હાલ એક આઇટી વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat
10 8 અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા,બેનામી સંપત્તિ મળવાની સંભાવના
  • અમદાવાદ બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા
  • બાગબાન ગ્રુપના 31 સ્થળો પર દરોડા
  • ITના 100 કર્મચારી, અધિકારીઓનું સર્ચ ઓપરેશન
  • કૌશિક, રાજેન્દ્ર અને તેજસ મજેઠીયાને ત્યાં તપાસ
  • સિંધુભવન રોડ પર આવેલી ઓફિસ પર ત્રાટક્યું IT
  • સિંધુભવન રોડ પરના બંગલા પર ઈન્કમટેક્સ ત્રાટક્યું

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી  ઇન્કમટેક્ષ વિભાગ દરોડા પાડિને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી રહી છે, આજે ઇન્કમટેક્ષ વિભાગએ અમદાવાદના બાગબાન ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડ્યા છે,જેના લીધે સમગ્ર વેપારી લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે, બાગબાન ગ્રુપના 31 સ્થળો પર હાલ ઇન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા છે. રહેઠાણ અને તમામ ઓફિસ પર સર્ચ ઓપરેશન આદર્યું છે. આ દરોડામાં કૈાશિક,રાજેન્દ્ર, અને તેજસ મજેઠીયાનાી ત્યા પણ હાલ એક આઇટી વિભાગની ટીમે સઘન તપાસ હાથ ધરી છે, આ ઉપરાંત સિંધુભવન  રોડ પર આવેલી ઓફિસ  સહિત તેમના બંગલા પર ટીમે સર્ચ ઓપરેશન આરંભી દીધુ છે,

આ દરોડામાં અનેક બેનામી સંપતિ મળી આવવાની પુરી સંભાવના છે, સર્ચ ઓપરેશનમાં હાલ તમામ બેેક એકાઉન્ટ સહિત ગ્રુપની આર્થિક લેવડ-દેવડની તપાસ હાથ ધરવામાં આવી  છે, એક વાત સ્પષ્ટ થાય છે કે બેનામી સંપતિ મળી આવશે.