World Record/ ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

વિશ્વભરની ક્રિકેટ ટીમોમાં જે પ્રકારનાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યા છે, તે જોતા કોઈ પણ એક ખેલાડી માટે લાંબા સમય સુધી ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ લાગે છે.

Sports
1 249 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

કહેવાય છે કે ક્રિકેટનાં રેકોર્ડ તોડવા માટે બને છે. પરંતુ આ નિવેદન ક્રિકેટનાં ઇતિહાસમાં સ્થાપિત થયેલા નીચેના રેકોર્ડની દ્રષ્ટિએ તદ્દન અલગ દેખાય છે. તેને તોડવા તો ઠીક પણ તેને સ્પર્શ કરવા માટે પણ લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે.

1 250 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

આ પણ વાંચો – IPL 2021 / RCB નાં ખેલાડીઓ પ્રથમ મેચમાં પરંપરાગત લાલ ડ્રેસ પહેરશે નહીં, જાણો કારણ

વિશ્વભરની ક્રિકેટ ટીમોમાં જે પ્રકારનાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યા છે, તે જોતા કોઈ પણ એક ખેલાડી માટે લાંબા સમય સુધી ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. ખેલાડી ગમે તેટલો ફોર્મમાં રહે, પછી ભલે તે બે-ચાર મેચમાં ડાઉન થાય, પણ તેના વિશે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ શરૂ થઇ જાય છે. ત્યારબાદ ખેલાડીને તેના અંગત જીવનથી લઈને મેદાનની પ્રવૃત્તિઓ સુધી, તમામ બાબતે ટ્રોલ કરવામાં આવે છે. આ કારણોસર ખેલાડીઓ પર માનસિક દબાણ પણ ઘણી વખત જોવા મળે છે. પરંતુ આવી સ્થિતિમાં, આપણે કેટલાક જૂના રેકોર્ડ પર ધ્યાન આપવું પડશે, જે માહિતી ટેકનોલોજી અને ટ્રોલનાં યુગમાં તોડવા તો દૂર, તેને સ્પર્શ કરવુ પણ મુશ્કેલ છે. આવો જાણીએ આવા પાંચ રેકોર્ડ જેને ભવિષ્યમાં તોડવું અશક્ય છે.

સર ડોન બ્રેડમેનનો ટેસ્ટ મેચ રેકોર્ડ

1 251 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

ક્રિકેટનાં આ મહાન ખેલાડીનો રેકોર્ડ તોડવા ખુદ કોઇ ચમત્કારી શક્તિ મુશ્કેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં 99.94 ની એવરેજથી પોતાની ઇનિંગ રમનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ જ નથી પણ અસંભવ છે, કારણ કે તેના આ આંકડાની આસપાસ પણ, વિશ્વનો કોઈ બેટ્સમેન ઉભો હોય તેમ લાગતું નથી. જો કે સર ડોન બ્રેડમેન તેમની અંતિમ મેચમાં વધુ 6 રન બનાવી શક્યા નહી, નહીંતર તેમનો આંકડો ઈનિંગ દીઠ 100 રન હોત. એટલી આસાનીથી કોઇ ક્રિકેટનાં સર ડોન બ્રેડમેન બનતા નથી.

સચિન તેંડુલકર બરાબર 200 ટેસ્ટ રમવુ

1 252 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

સ્વાભાવિક છે કે, વિશ્વમાં ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો આ રેકોર્ડ પોતાનામાં જ એક મોટી સિદ્ધિ છે. સચિન તેંડુલકર, જેમણે 1989 થી ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો, તેમના નામે ઘણા રેકોર્ડ છે, પરંતુ 200 ટેસ્ટ ગેમ્સ રમવાનો રેકોર્ડ ઘણો મહત્વનો છે. વિશ્વની કોઈપણ ટીમનાં ખેલાડી માટે તેને તોડવું લગભગ અશક્ય છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 51 સદી ફટકારી છે. વળી બીજી તરફ સચિનનો 28 નર્વસ નાઇન્ટિનનો રેકોર્ડ પણ છે, જો તે ઇનિંગ પણ સદીમાં ફેરાવાઇ ગઇ હોત તો સદીઓની સંખ્યા હજી વધુ હોત. સામાન્ય રીતે, તેમની ક્રિકેટ કારકિર્દીની સો સદીઓ સૌથી મહત્વપૂર્ણ રેકોર્ડ માનવામાં આવે છે. કારણ કે આ સદી ફટકારતી વખતે તેમણે જે પ્રકારની બોલિંગનો સામનો કરવો પડ્યો છે, તે પડકાર ભાગ્યે જ કોઈ અન્ય ખેલાડી માટે આવશે.

એબી ડી વિલિયર્સનો ઝડપી સદીનો રેકોર્ડ

1 253 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

31 બોલમાં સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાનાં 360 ડિગ્રી મેન એબી ડી વિલિયર્સનો આ રેકોર્ડ માત્ર ભારતનો એક ખેલાડી જ તોડી શક્યો હોત. પરંતુ રમતની વર્તમાન સ્થિતિ અને તેના પર પણ રાજકારણને ધ્યાનમાં રાખીએ તો, આ રેકોર્ડ તૂટવા માટે હજી લાંબો સમય રાહ જોવી પડી શકે છે. ડી વિલિયર્સે જોહાનિસબર્ગમાં વેસ્ટ ઇન્ડીઝ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. જાન્યુઆરી 2015 માં એબી ડી વિલિયર્સેનાં આ રેકોર્ડ બનાવતા ન્યૂઝીલેન્ડનાં કોરી એન્ડરસનનો જૂનો રેકોર્ડ ’36 બોલમાં સદી’ નો તોડ્યો હતો.

મુરલીધરનની સૌથી વધુ વિકેટ

1 254 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

શ્રીલંકાનાં સ્પિનરનાં બોલનાં ચક્કરમાં અન્ય દેશોનાં કેટલા ભારતીય બેટ્સમેન પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. મુથૈયા મુરલીધરને સ્પિનને જે ઓળખ આપી હતી તે અન્ય દેશોનાં સ્પિનરો અત્યાર સુધી મેળવી શક્યા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના દ્વારા લેવામાં આવેલી 1347 વિકેટ હજુ પણ એક રેકોર્ડ તરીકે શ્રેષ્ઠ કહેવાય છે. જે દુનિયાનાં કોઈ પણ બોલર માટે તોડવો સરળ નથી. નોંધનીય છે કે નવા બોલરે મુરલી ધરણનો આ રેકોર્ડ તોડતા પહેલા ટોચનાં પાંચ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવો પડશે. જેમાં ઓસ્ટ્રેલિયાનાં શેન વોર્ન (1001), ભારતનાં અનિલ કુંબલે 956, ઓસ્ટ્રેલિયાનાં ગ્લેન મેકગ્રા 949, અને પાકિસ્તાનનાં વસીમ અકરમ 916 નાં નામ સામેલ છે.

બ્રાયન લારાનાં ટેસ્ટમાં અણનમ 400 રનનો રેકોર્ડ

1 255 ક્રિકેટનાં આ ખાસ રેકોર્ડને તોડવા લગભગ અસંભવ છે, જાણો તેના વિશે

બ્રાયન લારાએ વર્ષ 2004 માં ઈંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા. જોશ અને હોશ ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનાં સમયમાં આ રેકોર્ડ તોડવો બહુ મુશ્કેલ નથી પણ તે એટલું સરળ પણ નથી. ટી 20 અને આઈપીએલની વધતી લોકપ્રિયતા સાથે આ રેકોર્ડ તરફ હવે કોઈ પણ ભારતીય બેટ્સમેનનું ધ્યાન આકર્ષિત કરે તેવી શક્યતા ઓછી છે. તેઓ જલ્દી સો કે પચાસ ફટકારવાનાં કલ્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો – IPL 2021 / ધોનીની ચિંતા થઇ દૂર, પહેલી મેચ પહેલા આ તોફાની બેટ્સમેન થઇ જશે ફિટ

સમગ્ર વિશ્વમાં, ક્રિકેટને લઇને બનતા રેકોર્ડ અને તેને તોડવાના સમાચાર આવતા રહે છે. પરંતુ આજે પણ, આ રેકોર્ડ્સ વિશે નિશ્ચિતતા વ્યક્ત કરી શકાય છે કે તેને તોડવું સરળ નથી. ક્યારેક એવું લાગે છે કે તેમને તોડવું અશક્ય છે. જો કે આ માનવીય વૃત્તિમાં કશું અશક્ય નથી.