ધરતીકંપ/ દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6 નોંધાઇ

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, પરંતુ ચાઇના અર્થકવેક નેટવર્ક્સ સેન્ટ મુજબ ભૂકંપની તીવ્રતા 6.0 હતી.

Top Stories World
ipl2020 3 દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6 નોંધાઇ

દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ સિચુઆનમાં અનુભવાયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, પરંતુ ચાઇના અર્થકવેક નેટવર્ક્સ સેન્ટ મુજબ ભૂકંપની તીવ્રતા 6.0 હતી. પરંતુ અમેરિકા અને ચીન બંનેએ આ ભૂકંપની ઉંડાઈ જમીનથી 10 કિમી નીચે નોંધી છે. ભૂકંપમાં બે લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. જોકે, ભૂકંપને કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો – ઉતરાખંડ / પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને ગવર્નર તરીકે નિયુક્ત કરાયા, તેમણે રાજભવન ખાતે શપથ લીધા

ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કએ અહેવાલ આપ્યો છે કે, સ્થાનિક સરકારે બે લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જોકે તે કેવી રીતે મૃત્યુ પામ્યા તે સ્પષ્ટ નથી. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, લુઝો સિટીએ આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઇમરજન્સી ટીમ મોકલી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ 2008 માં સિચુઆનમાં 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તે સમયે 87000 લોકો ગુમ થયા હતા. જેમાંથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો – ભાજપ માટે કપરા ચઢાણ ? /  કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….

સમાચાર એજન્સી શિન્હુઆએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું કે, મૃતકો અને ઇજાગ્રસ્તો લક્સિયન કાઉન્ટીનાં ફુજી ટાઉનશીપનાં કાઓબા ગામમાં નોંધાયા છે. આ શક્તિશાળી ભૂકંપમાં કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. ચાઇના અર્થકવેક નેટવર્ક સેન્ટરનાં જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિમીની ઉંડાઇએ આવ્યો હતો. પ્રાંત સરકાર દ્વારા સિચુઆનમાં ભૂકંપ રાહત મુખ્યાલયે આપત્તિ તપાસ અને બચાવ માટે કર્મચારીઓને સ્થળ પર મોકલ્યા છે. વધુ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.