Not Set/ પ્રજાનું મન જાણવું અસંભવ – દેશમાં મોદી સુનામિ બાદ પણ, કર્ણાટકની સ્થનિક ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબુત

લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામિ સાથે કારમા પરાજય પછી કોંગ્રેસને કર્ણાટકમાંથી સમાચાર મળતા રાહત મળી છે.  કર્ણાટક રાજ્યમાં યોજાયેલી લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સૌથી વધુ બેઠકો જીતી લીધી છે. રાજ્ય ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ, 56 શહેરોની નગરપાલીકાઓ સહિતની સ્થાનિક સંસ્થાઓનાં કુલ 1,221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. તો ભાજપને ફાળે […]

Top Stories India Politics
karnatak congress પ્રજાનું મન જાણવું અસંભવ - દેશમાં મોદી સુનામિ બાદ પણ, કર્ણાટકની સ્થનિક ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબુત

લોકસભાની ચૂંટણીમાં મોદી સુનામિ સાથે કારમા પરાજય પછી કોંગ્રેસને કર્ણાટકમાંથી સમાચાર મળતા રાહત મળી છે.  કર્ણાટક રાજ્યમાં યોજાયેલી લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સૌથી વધુ બેઠકો જીતી લીધી છે. રાજ્ય ચૂંટણી પંચનાં જણાવ્યા મુજબ, 56 શહેરોની નગરપાલીકાઓ સહિતની સ્થાનિક સંસ્થાઓનાં કુલ 1,221 વોર્ડમાંથી કોંગ્રેસ 509 વોર્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. તો ભાજપને ફાળે ફક્ત 366 વોર્ડ જ આવ્યા છે.

karnatak congress 2 પ્રજાનું મન જાણવું અસંભવ - દેશમાં મોદી સુનામિ બાદ પણ, કર્ણાટકની સ્થનિક ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબુત

તો બીજી તરફ રાજ્ય સરકારમાં કોંગ્રેસના સહયોગી આવી JDSને પણ એકલા હાથે ચૂંટણી લડી 174 વોર્ડમાં વિજય મેળવ્યો છે. સૌથી વધુ આશ્ચર્ય 160 વોર્ડ પર સ્વતંત્ર ઉમેદવારો દ્રારા કબજો કરવામાં આવતા જોવા મળી રહ્યું છે. જ્યારે બીએસપીને ત્રણ, સીપીઆઇ (એમ) અને બે અન્ય પક્ષોને સાત વોર્ડોમાં જીત મળી હતી. 7 મહાનગર પાલિકાનાં 217 વોર્ડ, 30 નગરપાલિકાનાં 714 વોર્ડ અને 19 નગર પંચાયતોના 290 વાર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. 7 મહાનગર પાલિકાનાં 217 વોર્ડમાંથી કોંગ્રેસે 90 શહેરની વોર્ડમાં જીત મોળવી છે, ભાજપ અને JDSએ અનુક્રમે 56 અને 38 વોર્ડ જીત્યા. તો 30 નગરપાલિકામાં કોંગ્રેસે 714 વોર્ડમાંથી 322 જીત્યા છે જ્યારે ભાજપને 184 અને JDSએ 102 વોર્ડ જીત્યા છે.