પ્રજાસત્તાક દિવસ/ ITBPના જવાનોએ માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં અને 15 હજાર ફુટની ઉંચાઇ પર તિંરંગો લહેરાવ્યો,જુઓ વીડિયો

દેશના અલગ-અલગ ભાગોમાંથી ભારતીય સેનાના જવાનોની હિંમત દર્શાવતા અને તેમના તરફથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવાના વીડિયો સામે આવવા લાગ્યા છે.

Top Stories India
FLAG ITBPના જવાનોએ માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં અને 15 હજાર ફુટની ઉંચાઇ પર તિંરંગો લહેરાવ્યો,જુઓ વીડિયો

આજે દેશભરમાં 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશના અલગ-અલગ ભાગોમાંથી ભારતીય સેનાના જવાનોની હિંમત દર્શાવતા અને તેમના તરફથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવાના વીડિયો સામે આવવા લાગ્યા છે. આ દરમિયાન, લદ્દાખમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ 15,000 ફૂટની ઊંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે.

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીર જવાનોએ લદ્દાખમાં -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15000 ફૂટની ઉંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. બીજી તરફ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ITBPના જવાનોએ 12000 ફૂટની ઊંચાઈએ ગણતંત્ર દિવસની ઉજવણી કરી અને તિરંગો લહેરાવ્યો.