Odisha/ જગન્નાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડા પહેર્યા તો નહીં મળે એન્ટ્રી

12મી સદીના જગન્નાથ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે

India Trending
jagannath puri temple dress code for devotees જગન્નાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડા પહેર્યા તો નહીં મળે એન્ટ્રી

ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓએ આ ડ્રેસ કોડ ફોલો કરવાનો રહેશે. મંદિર પ્રશાસનના અધિકારીઓએ કહ્યું છે કે હવે કોઈ પણ ભક્ત ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં.

12મી સદીના જગન્નાથ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે. મંદિર પ્રશાસને કહ્યું છે કે આ કોઈ બીચ કે પાર્ક નથી, મંદિરમાં ભગવાન રહે છે. શ્રદ્ધાળુઓ પર નજર રાખવા માટે પોલીસ તંત્ર અને જગન્નાથ મંદિરના સ્વંસેવકો નજર રાખશે.

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના વડા રંજન કુમાર દાસે કહ્યું કે, મંદિરની ગરિમા અને પવિત્રતા જાળવવાની જવાબદારી અમારી છે. કેટલાક લોકો અન્ય લોકોની ધાર્મિક લાગણીની પરવા કર્યા વિના મંદિરમાં આવે છે. મંદિરમાં કેટલાક લોકો ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને બીચ કે પાર્કમાં ફરતા જોવા મળ્યા હતા. ભગવાન મંદિરમાં વસે છે, મંદિર મનોરંજન માટેનું સ્થાન નથી. મંદિરની મુલાકાત માટે સ્વીકાર્ય પોશાક અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

મંદિરમાં કેટલાક લોકો અભદ્ર પોશાકમાં જોવા મળ્યા બાદ નીતિ સબ-કમિટીની બેઠકમાં ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દિઇએ કે અગાઉ અનેક ધાર્મિક સ્થળો એ જિન્સ અને ટૂંકા કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકાયો છે.


whatsapp ad White Font big size 2 4 જગન્નાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડા પહેર્યા તો નહીં મળે એન્ટ્રી


આ પણ વાંચો: સુરતમાં શિક્ષિકાએ બાળકીને પીઠ પર માર્યા 35 જેટલા ધબ્બા, માસૂમની હાલત થઇ એવી કે…

આ પણ વાંચો: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની PAKમાં હત્યા, પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ

આ પણ વાંચો: ચીની મૂળના બ્લોગરનો નિજ્જરની હત્યા પર મોટો દાવો