Candidates/ NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને જાહેર કર્યા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી

Top Stories India
9 18 NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને જાહેર કર્યા

NDAએ જાહેર કર્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
જગદીપ ધનખડ હશે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે જગદીપ ધનખડ
જગદીપ ધનખડે આજે PM સાથે કરી હતી મુલાકાત
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા થઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. બપોરે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ ધનખડે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જગદીપ ધનખડના નામની ઘોષણા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “ખેડૂત પુત્ર જગદીપ ધનખડ તેમની નમ્રતા માટે જાણીતા છે. તેઓ બંધારણના જાણકાર છે. તેમને વિધાનસભાના કાર્યોની સંપૂર્ણ જાણકારી છે. તેઓ રાજ્યપાલ છે. તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. ખુશી છે કે તેઓ અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. મને ખાતરી છે કે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તેઓ દેશને આગળ લઈ જવાના હેતુથી ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.” જ્યારે જગદીપ ધનખડે પોતાને NDAના ઉમેદવાર બનાવવા માટે PM મોદીનો આભાર માન્યો.