Shettar-BJP/ જગદીશ શેટ્ટરનો ભાજપને આંચકોઃ કોંગ્રેસમાં સામેલ થયા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર આજે કોંગ્રેસમાં જોડાયા છે. જગદીશ શેટ્ટર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતાઓ સિદ્ધારમૈયા, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

Top Stories India
Shettar BJP જગદીશ શેટ્ટરનો ભાજપને આંચકોઃ કોંગ્રેસમાં સામેલ થયા

બેંગલુરુઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર આજે કોંગ્રેસમાં જોડાયા છે. Shettar-Congress જગદીશ શેટ્ટર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતાઓ સિદ્ધારમૈયા, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ જગદીશ શેટ્ટરે કહ્યું, ‘ગઈકાલે મેં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. વિપક્ષી નેતા, ભૂતપૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ કોંગ્રેસમાં જોડાતા હોવાથી ઘણાને આશ્ચર્ય થયું છે. Shettar-Congress ભાજપે મને દરેક પદ આપ્યું છે અને પાર્ટીના કાર્યકર તરીકે મેં હંમેશા પાર્ટીના વિકાસ માટે કામ કર્યું છે.

‘ટિકિટ ન મળવાનો આઘાત લાગ્યો’
શેટ્ટરે કહ્યું, “મેં વિચાર્યું હતું કે એક વરિષ્ઠ નેતા હોવાના કારણે મને ટિકિટ મળશે, પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળી રહી તો હું ચોંકી ગયો.” મારી સાથે કોઈએ વાત કરી નથી, Shettar-Congress કોઈએ મને ખાતરી પણ નથી આપી કે મને આગળ કઈ પોસ્ટ મળશે.

જગદીશ શેટ્ટરની કોઈ માંગ નથી
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે જગદીશ શેટ્ટરની કોઈ માંગ નથી, અમે કંઈ ઓફર કરી નથી. Shettar-Congress તેમણે પક્ષના સિદ્ધાંતો અને નેતૃત્વ સાથે સંમત થવું પડશે. અમે દેશને એક રાખવા માંગીએ છીએ અને તે માત્ર કોંગ્રેસ જ કરી શકે છે.

કોંગ્રેસના નેતાઓને મળ્યા
શેટ્ટર બેંગલુરુમાં Shettar-Congress કોંગ્રેસના મહાસચિવ (કર્ણાટકના પ્રભારી) રણદીપ સિંહ સુરજેવાલા, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાને મળ્યા હતા. જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ ન મળતા નારાજ જગદીશ શેટ્ટરે 16 એપ્રિલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. પક્ષ દ્વારા શેટ્ટરને તેમની ઉમેદવારી પાછી ખેંચવાની સલાહ આપવામાં આવી હતી.

હું મારા ઘરની બહાર જઈ રહ્યો છું: શેટ્ટર
અગાઉ શેટ્ટરે કહ્યું હતું કે, “હું મારા ઘરની બહાર નીકળી રહ્યો છું. Shettar-Congress મને મારા જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મેં વિધાનસભામાંથી પણ રાજીનામું આપી દીધું છે.” પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ટિકિટ ન આપવાનું કારણ જણાવ્યું નથી. કેટલાક લોકોએ પોતાના સ્વાર્થને કારણે મને ચૂંટણીના મેદાનમાં ન ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું.

શેટ્ટર 6 ચૂંટણી જીત્યા છે
શેટ્ટર અગાઉ છ ચૂંટણી જીતી ચૂક્યા છે. Shettar-Congress તેમણે છેલ્લી વિધાનસભા ચૂંટણી 2018 માં તેમના કોંગ્રેસના હરીફ મહેશ નલવાડને હરાવીને 21,000 થી વધુ મતોથી જીતી હતી. અગાઉ વરિષ્ઠ નેતા લક્ષ્મણ સાવડી પણ ગયા અઠવાડિયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

 

આ પણ વાંચોઃ મલ્લિકાર્જુન ખરગેની માંગ/ મલ્લિકાર્જુન ખડગેની સમગ્ર દેશમાં જાતિગત જનગણના કરાવવા માંગ

આ પણ વાંચોઃ Atiq Ahmed Shot Dead/ પૂર્વ સાંસદ અને માફિયા અતીક અહેમદ હત્યા કેસ મામલે વિદેશી મીડિયાએ જાણો શું લખ્યું…

આ પણ વાંચોઃ IPL 2023/ રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું,હેટમાયરની શાનદાર બેટિંગ