Not Set/ જગદીશ ઠાકોરની ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદે નિયુક્તિ, મંતવ્ય ન્યુઝે એક માસ પહેલા આપ્યા હતા સમાચાર

આખરે ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના સુકાનીને લઈને ચાલતા મંથનને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ કરી છે.

Top Stories Gujarat
જગદીશ ઠાકોર

આખરે ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના સુકાનીને લઈને ચાલતા મંથનને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ કરી છે.  AICC દ્વારા સત્તાવાર રીતે પ્રદેશ પ્રમુખના નામની શુક્રવારે  જાહેરાત કરવામાં આવી છે.

ગુરુવારે અનેક નેતાઓએ દિલ્હી ખાતે ધામા નાંખ્યા હતા અને હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. જેમાં સર્વાનુમતિએ જગદીશ ઠાકોરના નામની પસંદગી કરવામાં આવી હતી.

જગદીશ ઠાકોર

નોંધનીય છે કે,  થોડાક સમય અગાઉ વિવિધ ચૂંટણીઓમાં કોંગ્રેસના કારમા પરાજ્ય બાદ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાએ હાઈકમાન્ડને રાજીનામાં સુપરત કરી દીધા હતા ત્યારથી આજકાલમાં નવા નેતાના નામ જાહેર થશે એવી અટકળો વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખપદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જેમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ દ્વારા જાહેરમાં કે બંધબારણે નવા પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબિંગ કરાતું હતું. આ માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નવનિયુક્ત રઘુ શર્માએ તબક્કાવાર બેઠકો યોજીને ઘણાં પ્રયત્નો કર્યા હતા. કોંગ્રેસના ટોચના નેતાગણ અને રાહુલ ગાંધી સાથે પણ બેઠકો યોજાઈ હતી. અંતે જૂથવાદને બાજુએ મૂકી કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું મન બનાવી સત્તાવાર જાહેરાત કરી દીધી છે.