ગુજરાત/ રાજકોટની જહાન્વી પ્રથમ પ્રયત્ને જ CAની પરીક્ષામાં ઉર્તિણ થઈ

પેલી કહેવત છે ને મન હોય તો માળવે જવાય’ માત્ર એક વિચાર અને તેને દ્રઢ નિશ્ચય, અથાગ પરિશ્રમ થકી જહાન્વીએ. સાર્થક કરી બતાવ્યો છે

Gujarat
Untitled 52 રાજકોટની જહાન્વી પ્રથમ પ્રયત્ને જ CAની પરીક્ષામાં ઉર્તિણ થઈ

  આપણે ત્યાં  ગુજરાતના લોકો  મોટા ભાગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શબ્દ જ એવો છે કે જેનું નામ સાંભળીને પણ અમુક છાત્રો તેનો અભ્યાસ કરવાનું માંડી વાળે છે, ત્યારે  સૌરાષ્ટ્રની  રાજકોટની અતિ તેજસ્વી દીકરી જહાન્વી અનિલભાઈ રાજપોપટએ પોતાના સપનાને મહત્વ આપી કોઈ ક્લાસીસ વગર પણ સી.એ.ની મંઝિલ પ્રથમ પ્રયત્ને જ હાંસલ કરી છે

જહાન્વી રાજપોપટના જણાવ્યા અનુસાર આ સફળતામાં તેમના માતા-પિતા ઉપરાંત તેમના શિક્ષકોનો પણ મોટો ફાળો રહ્યો છે.જહાન્વીએ ધોરણ-9 થી 12 નો અભ્યાસ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહમાં કર્યો ત્યારે તેણે પોતાના શિક્ષકોને વચન આપ્યું હતું કે 6 મહિના પછી કંઈક અલગ જ જહાન્વી હશે જેની પક્કડ અંગ્રેજી અને ગણિત બંનેમાં થઈ જશે. આમ એક વચનથી જહાન્વી રાજપોપટનો પ્રવેશ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહ ખાતે થયો. હજુ સફર આસાન નહોતી. અંગ્રેજી શીખવું ખૂબ જ મુશ્કેલ હતું. તે માટે પ્રયત્નો કરવા છતાં અંગ્રેજીમાં સારા માર્કસ ન હોવાથી તેમના શિક્ષક સરોજબેને મેં તેમની ફી ભરી અને ઓપન સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરાવવા માટે પ્રેરણા આપી. પરંતુ માત્ર સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ નહીં, તે ક્લાસીસમાંથી ઘરે આવ્યા બાદ પણ પ્રેક્ટિસ કરવાની અને તેની સાતત્યપૂર્ણ મહેનતથી જજહાન્વી આજે ધાણીફૂટ અંગ્રેજીબોલી શકે છે.

આ  પણ  વાંચો::કૌંભાંડનો પર્દાફાશ / મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, જશુ ભીલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો

જ્યારે તેમણે સી.એ.નો સંપૂર્ણ અભ્યાસક્રમ જે.કે.શાહ ક્લાસીસમાંથી માર્ગદર્શન મેળવીને પૂર્ણ કર્યો. કોરોનામાં પણ તેમણે અવિરત અભ્યાસ ચાલુ રાખ્યો અને ઓનલાઈન ક્લાસીસ પણ નિયમિતતાપૂર્વક ભર્યા. ઉપરાંત કોરોનાને લીધે એક મહિનાના પરીક્ષા પાછળ જવાને કારણે તેનો સદુપયોગ કરી વાંચન પૂરું કરી સાત મહિનાના આયોજનથી વાંચન કરી એનું સ્વપ્ન સાકાર કર્યું.

જ્યારે હવે જહાન્વીકંઇક અલગ કરવાના નિર્ધાર સાથે એન્ટરપ્રિન્યોર બનવા ઈચ્છે છે, જેથી બીજા અન્ય લોકોને પણ રોજગારી આપી શકે. આ ઉપરાંત જહાન્વી પર્યાવરણપ્રેમી પણ છે અને પર્યાવરણનું જતન કરવાની માહિતી કે સૂચનો પણ બધા મિત્રોને આપે છે.

આ પણ  વાંચો:મંતવ્ય ન્યૂઝે કર્યો હતો પર્દાફાશ / મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો,ભાજપે જશુ ભીલને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ