Not Set/ જય શ્રી રામ નાં નારા સાથે એકવાર ફરી કરાઇ ધમાલ, એક બાળક સાથે કરાઇ મારા-મારી

દેશમાં અમૂક અસામાજીક તત્વો ભગવાન રામ નાં નામે રોજ કોઇને કોઇ બબાલ કરી રહ્યા છે. જેના ઘણા ખરા મામલા પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. અહી જય શ્રી રામને લઇને વધી ગયેલી બબાલ બંધ થવાનુ નામ નથી લઇ રહી. તાજા મામલો મુર્શિદાબાદ જિલ્લાનાં સાગરદિધી વિસ્તારથી સામે આવ્યો છે, જ્યા કથિત રીતે એક મુસ્લિમ બાળકને […]

Top Stories India
823506 knife attack જય શ્રી રામ નાં નારા સાથે એકવાર ફરી કરાઇ ધમાલ, એક બાળક સાથે કરાઇ મારા-મારી

દેશમાં અમૂક અસામાજીક તત્વો ભગવાન રામ નાં નામે રોજ કોઇને કોઇ બબાલ કરી રહ્યા છે. જેના ઘણા ખરા મામલા પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. અહી જય શ્રી રામને લઇને વધી ગયેલી બબાલ બંધ થવાનુ નામ નથી લઇ રહી. તાજા મામલો મુર્શિદાબાદ જિલ્લાનાં સાગરદિધી વિસ્તારથી સામે આવ્યો છે, જ્યા કથિત રીતે એક મુસ્લિમ બાળકને જય શ્રી રામ કહેવાને લઇને શરૂ થયેલા વિવાદે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધો છે કે એક ચોક્કસ સમુદાયનાં લોકોએ રાષ્ટ્રીય રાજમાર્ગ 34ને રોકી ત્યા જબરદસ્ત હંગામો મચાવ્યો છે.

આ હંગામો એટલો જબરદસ્ત હતો કે તે દરમિયાન ત્યાથી નિકળી રહેલા લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો. તેટલું જ નહી રસ્તાનાં અવરોધમાં સમાવેશ એક સમુદાય વિશેષનાં લોકોને આરોપીઓની ધરપકડ નહી હોવા પર પોતાના અસલી રૂપમાં દેખાવવા સુધીની પણ ધમકી પોલીસ અને સામાન્ય લોકોને આપી દીધી હતી. જે બાળકની સાથે મારા મારી કરવામાં આવી હતી તેનું રફીકુલ આલમ છે જેણે જણાવ્યુ કે, રવિવારે સવારે જ્યારે તે સાગરદિધીનાં ફુલશાહરી મોડ વિસ્તારથી મદરસા જઇ રહ્યો હતો, તે સમયે ચાર મોટરસાઇકલ સવાર યુવકોએ તેને રોકી દીધો અને જય શ્રી રામ કહેવા કહ્યુ. પરંતુ જ્યારે રફીકુલે જય શ્રી રામ કહેવાની મનાઇ કરી તો તે લોકોએ કથિત રીતે રફૂકુલ સાથે મારા મારી કરી. આ ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી રફિકુલને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરાયો છે.

57 vedantaprotest5 37 5 જય શ્રી રામ નાં નારા સાથે એકવાર ફરી કરાઇ ધમાલ, એક બાળક સાથે કરાઇ મારા-મારી

આ ઘટનાની જાણ મળતા એક સમુદાય વિશેષનાં લોકોમાં ખાસ ગુસ્સો જોવા મળ્યો હતો. તે લોકોએ રાષ્ટ્રીય રાજ માર્ગ 34ને રોકી વિરોધ પ્રદર્શન કર્યો. ઘટનાની સૂચના મળ્યા બાદ સાગરદિધી થાના પોલીસ અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં રૈફનાં જવાન પણ ઘટનાસ્થળે પહોચ્યા. પ્રદર્શન કરી રહેલા લોકો આરોપી યુવકોની ધરપકડની માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોને સમજાવીને તેમને શાંત કરવામાં આવ્યા જે પછી આ સમગ્ર મામલો શાંત થયો હતો. જો કે આ મામલામાં ન્યાયની માંગણી કરી રહેલા લોકોને શાંતિથી સમજાઇ દેવામાં તો આવ્યા છે પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા ફુગ્ગામાં વધુ હવા ભરાતા ફુગ્ગો ફૂટી જાય તો નવાઇ નહી તેવુ હવે જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન