ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેમનું સ્વાસ્થ્ય કથળતાં AIIMSમાં લાવવામાં આવ્યા હતા. રૂટિન ચેકઅપ પછી તરત તેમને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા હતા. મોડી સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જેટલીની તબિયત અંગે પૃચ્છા કરવા AIIMSની મુલાકાત લીધી હતી. તમામ હિલચાલને ઘ્યાનમાં લેવામાં આવે તો પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીની માંદગીએ વધુ ગંભીર સ્વરૂપ ધારણને પુષ્ટી મળી રહી છે. આપને જણાવી દઇએ કે પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલી પોતાની માંદગી અને નાદુરસ્ત તિબીયતનાં કારણે જ મોદી લોકસભાની ચૂંટણીથી અળગા રહ્યા હતા તો સાથે સાથે તેઓએ સ્વેચ્છાએ જ મોદી મંત્રીમંડળમાં સામેલ થવા માટે ઇનકાર કર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://www.facebook.com/mantavyanews/videos/478108786321806/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
