- ઉફ કયાં રાત આયી હૈ ગીત પર ઠુમકા ભારે પડયા
- સુરતમાં પંડાલમાં પાર્ટીનો વિડીયો થયો હતો વાયરલ
- બાર ડાન્સરો સાથે ડાન્સ કરનાર 7ની ધરપકડ
- 7 લોકો પૈકી અનિલ ઉર્ફે એલુ ડેલુ રાણા લિસ્ટેડ બુટલેગર
- શહેરના બેગમપુરાનો વીડિયો હોવાનો ખુલાસો
- ગણેશ વિસર્જનની આગલી રાત્રે યોજાઈ હતી જલસા પાર્ટી
ધાર્મિક આસ્થાએ સર્વોપરી હોય છે એવામાં ધાર્મિક પરંપરાને ઠેસ પહોચાડે તેવો એક કિસ્સો સુરતથી સામે આવી રહ્યો છે. સુરતમાં ગણેશ પંડાલમાં ડીજેના તાલ પર પાર્ટીનો વીટિયો વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગણેશ મહોત્સવ દરમિયાન સુરત શહેરના બેગમપુરામાં ગણેશ પંડાલમાં જલસા પાર્ટી કરલામાં આવી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો જેનાં અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ વીડિયોમાં ડાન્સ કરનાર લોકો પર પોલીસે એકશન લીધો છે. પોલીસે સાત લોકોની આ મામલે ધરપકડ કરી છે .જેમાં અનિલ ઉર્ફે રાણા નામના લિસ્ટેડ બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ જલસા પાર્ટી સુરતના બેગમપુરાના ગણેશ પંડાલનો છે, આ ગણેશ વિસર્જનની આગલી રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઉફ ક્યા રાત આયી હે ગીત પર ડાન્સ કરતા લોકો નજરે પડતા જોવા મળી રહ્યા હતા.
