Rajkot/ 50 હજારમાં કાઇ ના થાય, ઉપલા અધિકારીઓ સુધી વહીવટ કરવો પડે છે : ક્રાઇમ બ્રાન્ચના જમાદારનો ઓડિયો વાયરલ

ડીસીબીમાં ફરજ બજાવતા વિજયગીરી ગોસ્વામી નામના જમાદારે દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે એક વિવાદાસ્પદ બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા 5 લાખની ડિમાન્ડ કરી હતી. અને તેની ક્લિપ ફરતી થઈ છે.

Top Stories Rajkot Gujarat
ગ3 1 50 હજારમાં કાઇ ના થાય, ઉપલા અધિકારીઓ સુધી વહીવટ કરવો પડે છે : ક્રાઇમ બ્રાન્ચના જમાદારનો ઓડિયો વાયરલ
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી આવી વિવાદમાં
  • ક્રાઇમ બ્રાન્ચના જમાદારે બુટલેગરના પિતાને છોડી મુકવા માંગ્યા લાખો
  • બુટલેગરના મિત્ર સાથે કરી ટેલિફોનિક વાતચીત
  • રૂ. 5 લાખ ની કરી માંગ
  • ટેલિફોનિક વાતચીત નો ઓડિયો થયો વાયરલ
  • કથિત વાયરલ ઓડિયો સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો
  • જમાદારે કહ્યું ઉપલા અધિકારીઓ સુધી કરવો પડે છે વહીવટ

પોલીસ વિભાગ અવારનવાર પોતાની મનમાંની અને ખોટી દાદાગીરી કે આની કારણોસર બદનામ થાય છે. ત્યારે હાલમાં રાજકોટમાં  ફરી એકવાર ક્રાઇમબ્રાંચ ચર્ચાના ચકડોળે ચડી છે.  એક જમાદારનો ઓડિયો વાઇરલ થયો છે. જે બુટલેગરના પિતાને છોડવા માટે મોટી રકમ માંગી રહ્યો છે. અને આ ચર્ચા નો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડીસીબીમાં ફરજ બજાવતા વિજયગીરી ગોસ્વામી નામના જમાદારે દારૂના દરોડા બાદ ફરાર થઈ ગયેલા બૂટલેગર હરપાલ ડોડિયાને પકડવા માટે એક વિવાદાસ્પદ બૂટલેગર પ્રતીક ચંદારાણાનો સંપર્ક કરી રૂપિયા 5 લાખની ડિમાન્ડ કરી હતી. અને તેની ક્લિપ ફરતી થઈ છે. વાતચીતમાં જમાદાર ગોસ્વામી ચોંકાવનારી હકીકત વિવાદાસ્પદ બૂટલેગરને જણાવી રહ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી, એસીપી, બે પીઆઈ, પીએસઆઈ તેમજ સ્ટાફને રૂપિયા આપવાના હોય છે. જોકે આ ઘટના અંગે ડીસીબીના જમાદારનો સંપર્ક કરતા પોતે પૈસાની માગણી ન કરી હોવાનું અને ભાગી ગયેલો બૂટલેગર સામેથી પોલીસમાં હાજર થઈ જાય તે માટે સંપર્ક કર્યાનો બચાવ કર્યો હતો.

જોકે આ ઘટના અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ઘટના અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ કર્યો છે.

નોધનીય છે કે થોડા દિવસ અગાઉ પણ  રાજકોટ ક્રાઇમબ્રાંચ(crime branch)ના કેટલાક કર્મચારી પોતાના મિત્રો સાથે હેમુ ગઢવી હૉલ(hemu gadhvi hall) પાસે આવેલી ઇંડાની લારી ઉપર રાત્રિના નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ લારી સંચાલકે તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીઓ હમેશા જાણે મફતનું ખાવા ટેવાયેલા હોય તેમ પૈસા આપવાથી ઇનકાર કર્યો હતો. લારી સંચાલક અને તેના પુત્રને  ધોકા વડે  ઢોર માર માર્યો હતો. અને લારીમાં પણ તોડ ફોડ કરી હતી.

Heavy Rain/ આકાશી આફત, માનવીઓ લાચાર… ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પૂર