Not Set/ જમ્મુ-કાશ્મીર/ સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી, લશ્કરનાં આતંકવાદીની ધરપકડ, પૂર્વે નિસાર એન્કાઉન્ટર દરમિયાન ભાગી ગયો હતો

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા કુલાન ગેન્ડરબલ ખાતે એક એન્કાઉન્ટર દરમિયાન એક ખુંખાર આતંકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તે લશ્કરનાં આતંકીને સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે ઝડપી પાડી ધરપકડ કરી હતી.  સૂત્રો અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી નિસાર ડારની શુક્રવારે રાત્રે સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. તે કુલ્લન ગેન્ડરબલ ખાતેના એન્કાઉન્ટરમાંથી […]

Top Stories India
nashir jk જમ્મુ-કાશ્મીર/ સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી, લશ્કરનાં આતંકવાદીની ધરપકડ, પૂર્વે નિસાર એન્કાઉન્ટર દરમિયાન ભાગી ગયો હતો

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા કુલાન ગેન્ડરબલ ખાતે એક એન્કાઉન્ટર દરમિયાન એક ખુંખાર આતંકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તે લશ્કરનાં આતંકીને સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે ઝડપી પાડી ધરપકડ કરી હતી. 

સૂત્રો અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી નિસાર ડારની શુક્રવારે રાત્રે સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. તે કુલ્લન ગેન્ડરબલ ખાતેના એન્કાઉન્ટરમાંથી બચી ગયો, આપને જણાવી દઇએ કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો.

 

આતંકવાદીઓની શોધમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું,  નૌશેરા સબ ડિવિઝનની સરહદે આવેલ ડબ્બર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. ત્રણ દિવસથી ચાલતી આ કામગીરીમાં કોઈપણ સફળતા મળી નહોતી.  

બીજી તરફ, સ્થાનિક લોકોને સવારે છ વાગ્યે ઘરો છોડીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘરોમાં પરત ફરી જવા વિનંતી કરવામાં આવી છે. સેના અને પોલીસે લોકો પાસેથી સહયોગની વિનંતી કરી છે. શકમંદોની શોધમાં લશ્કર અને પોલીસે શુક્રવારે ડબ્બર ગામ ઉપરાંત ખેરી, ગેરાટ, મંગલાઈ, પોથા ગામોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન લોકો પાસેથી શંકાસ્પદ લોકો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે જંગલોમાં પણ ઓપરેશન કર્યું હતું.

આપને જણાવી દઇએ કે, બકરવાલ પરિવારના મકાનમાં પાણી પીધા બાદ સેનાના છુપાયેલા સ્થળો અને મોગલ રોડ વિશે માહિતી મેળવવા માંગ કરનાર ત્રણેય શંકાસ્પદ લોકોની સેના અને પોલીસ શોધ કરી રહી છે.

રાતના અંધારામાં આ આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં બે સૈનિકો માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી સેના સતત આતંકવાદીઓને શોધ કરી રહી છે. આ વિસ્તારમાં આતંકીઓની હાજરીના સમાચાર મળ્યા બાદ અનેક ગામોમાં ખળભળાટ મચી ગયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.