Not Set/ જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓએ સુરક્ષાજવાનો પર ફેંક્યો ગ્રેનેડ, પોલીસકર્મી સહિત 8 લોકો ઘાયલ

આંતકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાજવાનો પર ગ્રેનેડથી એટેક કર્યો છે. આ હુમલામાં પોલીસકર્મી  સહિત 8 લોકો ઘાયલ થયાની ખબર મળી રહી છે. જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લાના મુખ્ય ચોક પર આ આંતકીઓ હુમલો કર્યો છે. બાટપોરા ચોક પર પુલિસ નાકા પાર્ટી પર આંતકીઓએ હુમલો કર્યો. પુલિસ પાર્ટી પ્રર ગ્રેનેડ ફેંક્યો અને ફાયરિંગ પણ કરી, આ હુમલામાં એક […]

Top Stories India
જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓએ સુરક્ષાજવાનો પર ફેંક્યો ગ્રેનેડ, પોલીસકર્મી સહિત 8 લોકો ઘાયલ

આંતકવાદીઓએ ફરી એકવાર સુરક્ષાજવાનો પર ગ્રેનેડથી એટેક કર્યો છે. આ હુમલામાં પોલીસકર્મી  સહિત 8 લોકો ઘાયલ થયાની ખબર મળી રહી છે.

જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લાના મુખ્ય ચોક પર આ આંતકીઓ હુમલો કર્યો છે. બાટપોરા ચોક પર પુલિસ નાકા પાર્ટી પર આંતકીઓએ હુમલો કર્યો.

પુલિસ પાર્ટી પ્રર ગ્રેનેડ ફેંક્યો અને ફાયરિંગ પણ કરી, આ હુમલામાં એક બાળકી અને પોલીસકર્મી સહિત 8 લોકો ઘાયલ થયા હતાં. આ હમલા પછી આંતકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. હાલ સુરક્ષા જવાનોએ પુરા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે.

શુક્રવારે સતત છ હુમલા કર્યા બાદ આંતકીઓએ શનિવારની સાંજે શ્રીનગરમાં અમુક કલાકો પછી તાબડતોડ પાંચ હુમલા કર્યા હતાં. આ હુમલામાં સીઆરપીએફના ચાર જવાન અને એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતાં. અચાનક આટલા બધા હુમલાઓ થતા આસપાસના વિસ્તારોમાં દરનો માહોલ પ્રસરી ગયો હતો.