Not Set/ જામનગર બાદ હવે ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકો દોડી આવ્યા ઘર બહાર

2001નો ભૂકંપ જે લોકોએ જોયો છે કે, 2001નાં ભૂકંપની વાત પણ જે લોકોએ સાંભળી હશે, તેનાં માટે તો ફક્ત ભૂકંપ નામ સંભળાતા જ રુવાડા ખડા કરતા દ્રશ્યો સાદર્શ થઇ જાય છે. અને તે સમયે જે ભૂકંપ આવવાની શરુઆતી પ્રક્રિયા હતી, તે જ તર્જ પર હાલ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા […]

Top Stories Gujarat Others
EARTHQUACK જામનગર બાદ હવે ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, લોકો દોડી આવ્યા ઘર બહાર

2001નો ભૂકંપ જે લોકોએ જોયો છે કે, 2001નાં ભૂકંપની વાત પણ જે લોકોએ સાંભળી હશે, તેનાં માટે તો ફક્ત ભૂકંપ નામ સંભળાતા જ રુવાડા ખડા કરતા દ્રશ્યો સાદર્શ થઇ જાય છે. અને તે સમયે જે ભૂકંપ આવવાની શરુઆતી પ્રક્રિયા હતી, તે જ તર્જ પર હાલ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસથી  ધરતી ધ્રુજી રહી હતી, તો આજે આ ધ્રુજારો ભાવનગરનાં લોકો દ્વારા અનુભવાયો છે.

આ પણ વાંચો : ભૂકંપ/ સતત ચોથા દિવસે જામનગર ધણધણીયું, લોકોમાં ભય, કોઇ મોટી હોનારતનાં અણસાર તો નથી ને ?

જી હા, ભાવનગરમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો છે. ભાવનગર જીલ્લાનાં મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો બપોરે 3.35 વાગે આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. ભૂકંપનો અચકો આવતા જ લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.
તંત્ર દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ અપવામાં આવી છે. જો કે, હાલ તંત્ર દ્વારા ભૂકંપની તિવ્રતા અને કેન્દ્રબીંદુ વિશેની માહિતી આપવામાં આવી નથી. પરંતુ ભૂતકાળનાં અનુભવોએ ભાવનગર જીલ્લાનાં લોકોમાં ભૂકંપી ફડકો બેસાડી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.