જામનગર/ ‘આપ’ ના સાવરણાની સળીઓ ખરી, મનપા ચૂંટણીમાં AAPપાર્ટીને મોટો ફટકો, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

‘આપ’ ના સાવરણાની સળીઓ ખરી, મનપા ચૂંટણીમાં AAPપાર્ટીને મોટો ફટકો, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Gujarat Others
મોદી 15 ‘આપ’ ના સાવરણાની સળીઓ ખરી, મનપા ચૂંટણીમાં AAPપાર્ટીને મોટો ફટકો, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાતમાં પાપા પગલી ભરતી ‘આપ’ હજુ પોતાની શરૂઆત કરે એ પહેલા જ તેના કાંગરા ખારવા માંડ્યા છે. અને ચૂંટણી જીત્યા પહેલા જ તેના ઉમેદવારો સરેન્ડર કરવા લાગ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં મનપાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત ખેચવાનો છેલ્લો દિવસ હતો. જેમાં જામનગરમાં AAP પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નં 12 માં ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જયારે વોર્ડ નં 10ના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ છે. તો સાથે વોર્ડ નંબર-13ના એક ઉમેદવારએ ફોર્મ પરત ખેંચ્યુ છે. આમ એક સાથે ‘આપ’ના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે.

Image result for BROOM BROKEN AAP

વોર્ડ નં12 માંથી અબ્બાસ ખીરા, અમીરૂન ચાવડા, અલીફિયા કુરેશી, હસન મનોરિયા એ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નં 13 માંથી શાહીદાબાનુ શેખ, વોર્ડ નં 10 માંથી શાહીના પઠાણ એ ફોર્મ પરત  ખેચતા જામનગરમાં આપ ના સાવરણા ની સળીઓ ખરવા લાગી.

Cricket / ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શર્મનાક હાર, ભારત 192 રન પર ઑલઆઉટ

ફરિયાદ / મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ, વડોદરામાં પોલીસ કમિશ્નરને મળ્યા પત્રકારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ