Not Set/ જામનગરના ભાજપ ઉપપ્રમુખ હસમુખ પેઢડીયાએ ભાજપના જ નેતા પર કર્યું ફાયરીંગ

જામનગર, 20 જુન 2018. જામનગર જીલ્લાના ભાજપના ઉપપ્રમુખ પેઢડીયાએ ગઈ કાલે મંગળવારે રાત્રે ભાજપના નગરસેવક નેતા અતુલ ભંડેરી પર ફાયરીંગ કરાવી હતી. આ ઘટનાએ રાજકારણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફાયરીંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા, જેથી તેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે. સમાચારો દ્વારા જાણવા મળ્યું છે કે આ ફાયરીંગ જામનગર ભાજપ […]

Top Stories Gujarat
fjkldafghsadfjkhsddfk જામનગરના ભાજપ ઉપપ્રમુખ હસમુખ પેઢડીયાએ ભાજપના જ નેતા પર કર્યું ફાયરીંગ

જામનગર,

20 જુન 2018.

જામનગર જીલ્લાના ભાજપના ઉપપ્રમુખ પેઢડીયાએ ગઈ કાલે મંગળવારે રાત્રે ભાજપના નગરસેવક નેતા અતુલ ભંડેરી પર ફાયરીંગ કરાવી હતી. આ ઘટનાએ રાજકારણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફાયરીંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા, જેથી તેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે. સમાચારો દ્વારા જાણવા મળ્યું છે કે આ ફાયરીંગ જામનગર ભાજપ પાર્ટીમાં આંતરિક રાજનીતિક અણબનાવ હોવાના કારણે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અતુલ ભંડારિયા પહેલા કોંગ્રેસમાં હતા, અને અત્યારે તેઓ ભાજપ પાર્ટીમાં જોડાયેલા છે.

ઘટના એમ ઘટી હતી કે અતુલ ભંડારી પોતાના મિત્ર સાથે એક દુકાન બહાર બેઠા હતા. તે વેળાએ એકાએક કારમાંથી ફાયરીંગ થવા લાગી હતી અને માહોલ અફડાતફડીમય બની ગયો હતો. આ ફાયરીંગ જામનગર જીલ્લાના યુવા ભાજપ ઉપપ્રમુખ હસમુખ પેઢડીયાએ કરી હતી. આ ફાયરીંગમાં કોઈને ઈજા પહોંચી નહોતી, જો કે સ્વરક્ષણ કરવા માટે અતુલ ભંડારી અને તેમના મિત્ર ઘટનાસ્થળેથી પોતાના ઘર તરફ છુમંતર થઇ ગયા હતા.

આ ઘટના બાદ અતુલ ભંડારીયા પોતાના ભત્રીજા સાથે સિટીના ‘એ’ ડીવીઝનમાં પૂરી ઘટના જણાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પ્રતિક્રયા આપતા આ ઘટન બાબતે પોતાની કાર્યવાહી શરુ કરી છે. જો કે રાત્રીના સમયે સરેઆમ ગોળીઓ વરસાવવાના કારણે જામનગરમાં આ ઘટનાની ચર્ચાઓ થવા લાગી છે. લોકોની વાતો પરથી બહાર આવે છે કે આંતરિક અણબનાવનાં કારણે આ ઘટન ઘટી હતી પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં સુધી આરોપી પકડાઈ ન જાય અને તેમની પૂછપરછ ન કરવામાં આવે ત્યાં સુધી આ રાજકીય ઘટનાનાં કરાકને ઓળખવું મુશ્કેલ જણાય છે.