Not Set/ જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, છેલ્લા 48 કલાક માં 4 નાં મોત

વરસાદ ની સિઝન બાદ રાજ્યના દરેક જીલ્લામાં રોગચાળો વકરયો છે, તેમાય જામનગર જીલ્લામાં છેલ્લા 48 કલાકમાં ડેન્ગ્યુ ને કારણે 4 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. લોકલ વહીવટી તંત્ર રોગચાલને કાબુમાં  લેવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે. રોગચાલની પરિસ્થિતી દિવસે ને દિવસે વધુ વિકટ બનતી જાય છે. રોજના 60 થી 70 નવા કેસ ડેન્ગ્યુના નોધાઈ […]

Gujarat Others
doctors જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, છેલ્લા 48 કલાક માં 4 નાં મોત

વરસાદ ની સિઝન બાદ રાજ્યના દરેક જીલ્લામાં રોગચાળો વકરયો છે, તેમાય જામનગર જીલ્લામાં છેલ્લા 48 કલાકમાં ડેન્ગ્યુ ને કારણે 4 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. લોકલ વહીવટી તંત્ર રોગચાલને કાબુમાં  લેવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે. રોગચાલની પરિસ્થિતી દિવસે ને દિવસે વધુ વિકટ બનતી જાય છે. રોજના 60 થી 70 નવા કેસ ડેન્ગ્યુના નોધાઈ ર્હય છે. તો તાવ ને 350 ઠ 400 જેટલા કેસ આવી રહયાં છે.

છેલ્લા 48  કલાકમાં 4 દર્દીના ડેન્ગ્યુ ને કારણે મોત થતાં રાજી સરકાર પણ હવે હરકત માં આવી છે. ડેન્ગ્યુને નાથક્વ માટે રાજ્ય સરકારે કડક આદેશ આપ્યા છે. રાજ્ય સરકારના હુકમ બાદ 65 ટીમો બનાવાઈ છે. જે જુદા જુદા વિસ્તારમાં જઈને તાપસ અને સર્વે અને દવા વિતરણ કરશે. જેમાં 120 હેલ્થ વર્કર અને 7 સુપરવાઈઝરોના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લાસ-2 અધિકારી ડો. મહેશ કાપડીયાને સમગ્ર હવાલો સોંપાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.