Not Set/ જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

આજે જામનગરનો 480મો સ્થાપના દિન છે. ત્યારે દેશનાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ નું અવસાન ખૂબ જ આઘાતજનક છે જેને ધ્યાને લઇ જામનગર સ્થાપના દિવસ સાદાઈ પૂર્વક માત્ર ધાર્મિક વિધિથી ખાંભી પૂજન કરી ઉજવવામાં આવ્યો હતો. જામનગરનો 480મો સ્થાપના દિનનાં આ પ્રસંગે મહાનગર પાલિકા દ્રારા ખાંભી પૂજન અને રાજવી જામસાહેબ બાપુની પ્રતિમાઓને ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં […]

Gujarat Others
jam જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

આજે જામનગરનો 480મો સ્થાપના દિન છે. ત્યારે દેશનાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ નું અવસાન ખૂબ જ આઘાતજનક છે જેને ધ્યાને લઇ જામનગર સ્થાપના દિવસ સાદાઈ પૂર્વક માત્ર ધાર્મિક વિધિથી ખાંભી પૂજન કરી ઉજવવામાં આવ્યો હતો. જામનગરનો 480મો સ્થાપના દિનનાં આ પ્રસંગે મહાનગર પાલિકા દ્રારા ખાંભી પૂજન અને રાજવી જામસાહેબ બાપુની પ્રતિમાઓને ફૂલહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને અતી સાદાઇ પૂર્વક સ્થાપના ઉડજવણી કરવામાં આવી હતી.

jam2 જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

આવા છે બેનમૂન અને પૌરાણિક ઇમારતો ઐતિહાસીક સંભારણા

jam1 જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

જામનગરમાં રાજાશાહી સમયની બેનમૂન અને પૌરાણિક ઇમારતો ઐતિહાસીક સંભારણાઓની યાદ અપાવી રહી છે. દરબારગઢમાં ટીંલામેડીના ભાગમાં ગાદીએ બેસતા પ્રત્યેક રાજાઓનો રાજયાભિષેક કરાતો હતો. સોલેરીયમ સૂર્યનાં કિરણો દ્રારા ચામડીનાં રોગોની સારવાર માટે જામ રણજીતસિંહે બનાવ્યું હતું. દુષ્કાળ પીડિત પ્રજાજનોને રોજગારી આપવા લાખોટા તળાવ અને મહેલનું નિર્માણ કર્યું હતું. જે તે સમયે તળાવમાં રાજવી પરિવાર તાજી હવા મેળવવા અને નૌકા વિહાર માટે જતા હતાં.જયારે ભુજીયો કોઠો સૌથી મોટું આધુનિકરણનાં નમૂનાં રૂપ બાંધકામ છે. દુશ્મનો નગરમાં ધુસી ન શકે તે માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક દિશાએ તોપ ગોઠવવામાં આવી હતી.

રાજવીકાળમાં આવા પ્રજાલક્ષી કામો કરાયા હતા

jam5 જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

જામરણજીતસિંહે તેઓના શાસનકાળમાં 1933માં રણજીતસાગર ડેમ બનાવીને જામનગરવાસીઓને પાણીની સવલતો પૂરી પાડતી ઉતમ ભેટ આપી છે. હાલ જયાં વાલસુરા ખાતે ભારતીય નૌસેનાનું મથક કાર્યરત છે, તેની આગળના ભાગે રોઝી બંદર હતું. ત્યાં આફ્રીકાથી સ્ટીમર અને કચ્છ કંડલા ફેરીમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હતાં. હાલમાં દરબારગઢ સર્કલ જયાં રાજાશાહી વખતે નગરની કોર્ટ કચેરીનો વહીવટ થતો હતો. દરબારગઢના નવા પ્રવેશદ્રાર પાસેથી નગરના જામસાહેબની શોભાયાત્રા શરૂ થતી હતી. જીવાસતાના ડેલામાં પોલીસ સ્ટેશન હતું તો જુની જેલ નાગનાથ નાકાની અંદર હતી. તળાવની પાળે રાજાશાહી કોર્ટ ભરાતી હતી. પ્રજાના મનોરંજન માટે દડિયાની નાટક શાળા અને બીજી નાટક શાળા જયશ્રી ટોકીઝની જમણી બાજુએ હતી. રાજાશાહીના ઇમારતો જામનગરના ભવ્ય પ્રાચીન ઇતિહાસ અને કલાવારસાની ઝાંખી કરાવે છે.

અહીં આવેલી છે રાજવી સાહેબની ખાંભી

jam4 જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

શહેરના 480 માં સ્થાપના દિને મનપા દ્રારા દરબાર ગઢ દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલી ખાંભીનું પૂજન અને તળાવની પાળ અને લાલબંગલા સર્કલ ખાતે આવેલી પ્રતિમાઓને ફુલહાર કરાયું હતું. તો જામનગરનાં રાજવી પરિવાર અને રાજપૂત સમાજ દ્વારા પણ ખાંભી પૂજન કરી લાખોટા તળાવ ખાતે આવેલ પ્રતિમાને ફુલહાર કરાયું હતું.

jam3 જામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.