Japan/ અબજોપતિ યુસાકુ મેજાવાની ચંદ્રયાત્રા, પોતાની સાથે અન્યોને પણ કરાવશે ચંદ્રની સહેલગાહ

અબજોપતિ યુસાકુ મેજાવાની ચંદ્રયાત્રા, પોતાની સાથે અન્યોને પણ કરાવશે ચંદ્રની સહેલગાહ

World Trending
corona 23 અબજોપતિ યુસાકુ મેજાવાની ચંદ્રયાત્રા, પોતાની સાથે અન્યોને પણ કરાવશે ચંદ્રની સહેલગાહ

જાપાનના અબજોપતિ યુસાકુ મેજવાએ પોતાની સાથે આઠ લોકોને ચંદ્ર પર ફરવા માટે લઇ જવા માટે આમંત્રણ આપ્યું છે. યુસાકુ એલન મક્સના સ્પેસએક્સ વિમાન દ્વારા ચંદ્રની નજીક આરોહણ કરશે. ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં યુસાકુએ કહ્યું કે હું ઈચ્છું છું કે તમામ પ્રકારના બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો મારી સાથે જોડાઈ શકે છે. આ સાથે યુસાકુએ એક આવેદનપત્ર પણ શેર કર્યું છે.

યુસુકુએ કહ્યું કે તે આ યાત્રાનો તમામ ખર્ચો તેઓ ઉપડશે. તેથી જે તેમની સાથે આ યાત્રામાં જોડાવા માંગે છે તે નિ:શુલ્ક અવકાશમાં જશે. આ મિશનને ‘ડિયર મૂન’ નામ આપવામાં આવશે અને 2023 માં ચન્દ્રરોહ્ન કરવામાં આવશે. એપ્લિકેશન ફોર્મ  ભરવા માટે, વ્યક્તિને બે માપદંડ પૂરા કરવાની જરૂર છે.

 

પ્રથમ, લોકોએ કોઈપણ રીતે અન્ય લોકો અને વધુમાં વધુ સમાજની મદદ માટે કાર્યરત છે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને આવા મહત્વકાંક્ષી અન્ય ક્રૂ સભ્યોને ટેકો આપવા તૈયાર રહેવું જોઈએ.

યુસુકુએ વધુમાં કહ્યું કે મેં બધી ટિકિટ ખરીદી લીધી છે. તેથી તે એક રીતે વ્યક્તિગત પ્રવાસ હશે. તમને જણાવી દઇએ કે અગાઉ મેજવાએ ફક્ત કલાકારોને સાથે લઇ જવાની વાત કરી હતી પરંતુ બાદમાં તેને બદલીને તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું. યુસાકુએ વધુમાં કહ્યું કે જો તમે તમારી જાતને એક કલાકાર તરીકે જોશો તો તમે કલાકાર છો.

ગયા વર્ષે યુસાકુએ એક ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરી, જેમાં તે તેના માટે નવી ગર્લફ્રેન્ડ શોધી રહ્યો હતો, જે તેની સાથે ટ્રિપ પર જશે. વર્ષ 2018 માં, સ્પેશએક્સ દ્વારા ચંદ્રની આસપાસ ઉડાન ભરનાર મેજવાને પ્રથમ ખાનગી મુસાફર તરીકે નામ આપવામાં આવ્યું હતું.