Japan News/ જાપાનના વડા પ્રધાને રાજીનામાની કરી જાહેરાત, ફ્યુમિયો કિશિદા આગામી ચૂંટણી પણ નહીં લડે

જાપાનના વડા પ્રધાને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં પદ છોડશે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થશે

Top Stories World Breaking News

Japan News: જાપાનના વડા પ્રધાને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં પદ છોડશે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. તેમણે સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી છે. જાપાનની સરકારી ટીવી ચેનલે આ વાતની પુષ્ટિ કરી છે.

મીડીયા અહેવાલ મુજબ, ફુમિયો કિશિદાએ સત્તાધારી પક્ષ લિબરલ ડેમોક્રેટિક (એલડીપી)ના પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં ફ્યુમિયો કિશિદાએ જાપાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કિશિદાએ યોશીહિદે સુગાનું સ્થાન લીધું હતું. આ વર્ષે જાપાનમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે. બુધવારે, કિશિદાએ કહ્યું હતું કે તેમણે પાર્ટી અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટણી ન લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ આવતા મહિને એલડીપીના નવા નેતાની ચૂંટણી સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે. કિશિદાએ પીએમ પદ છોડવાનું મુખ્ય કારણ પાર્ટીની અંદરનો વિવાદ હોવાનું કહેવાય છે.

કિશિદા કેમ આપશે રાજીનામું

ચુંટણી પહેલા ફ્યુમિયો કિશિદાનું પદ છોડવા પાછળનું આ મુખ્ય કારણ ચોંકાવનારું છે. કહેવામાં આવી રહ્યું છે કે કિશિદાના પીએમ પદ છોડવા પાછળનું કારણ એ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ કિશિદા સરકારનો વિરોધ કરી રહ્યા હતા. પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે કિશિદા સરકારના નેતૃત્વમાં આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે, કારણ કે આ દિવસોમાં જાપાન પાર્ટી વિવાદોમાં છે. ડિસેમ્બરમાં યુનિફિકેશન ચર્ચ સાથેના તેના સંબંધોના ઘટસ્ફોટ અને રાજકીય ભંડોળના વિવાદને કારણે પાર્ટીને ભારે નુકસાન થયું છે. કિશિદાની કેબિનેટનું એપ્રુવલ રેટિંગ પણ સતત ઘટી રહ્યું છે, આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી પણ સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતા 20 ટકાથી નીચે આવી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સત્તાપલટાનું કારણ ખાડીનો સેન્ટ માર્ટિન ટાપુ, અમેરિકાની દ્વીપ પર નજર શેખ હસીનાનો દાવો

આ પણ વાંચો:આ કેવું બાંગ્લાદેશ છે? હુલ્લડખોરોએ આઝાદીની એ ક્ષણને નષ્ટ કરી દીધી જેના પર પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું ત્યારે તેને ગર્વ હતો

આ પણ વાંચો: ઇરાન હમાસ નેતા ઇસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા ઇઝરાયેલ પર કરી શકે છે મોટો હુમલો